મુંબઈઃ સબ ટીવી પર આવતો કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ખૂબ જ લોકપ્રિય શો છે. તેના કારણો પણ અનેક છે. હાલમાં થોડા સમયથી શોના ફેન્સ દયાબેન એટલે કે દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છે અને ટૂંકમાં જ તેની વાપસી થવાની આશા રાખી રહ્યા છે. ત્યારે દિશા વાકાણીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી ફેન્સની આ આશાને વધારે પ્રબળ બનાવી છે.

હાલમાં જ એક એપિસોડમાં જેઠાલાલે ગણેશોત્સવનાં કાર્યક્રમમાં દયાને ખુબ મિસ કરી અને સાથે સાથે એ હિંટ પણ આપી કે દયા શોમાં જલ્દી જ એન્ટ્રી લેશે. બન્યું એવું કે શોમાં જેઠાલાલે યાદ આ રહા હે ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. તો એમાં તેને પત્ની દયાની યાદ આવવા લાગે છે. શોમાં બધા જેઠાલાલને કહે છે કે દયાભાભીને જલ્દી જ પાછી બોલાવી લો.


તો જેઠાલાલ આ વાત પર કહે છે કે દયા હવે પાછી આવવા માગે છે. તે જલ્દી જ ગોકુળધામ સોસાયટીમાં વાપસી કરી રહી છે. ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી છે કે દિશા વાકાણી ટૂંકમાં જ સોમાં વાપસી કરશે. જોકે હવે ખુદ દિશા વાકાણીએ એક ઈશારો કર્યો છે કે તે શોમાં પરત ફરી રહી છે.

હાલમાં જ દિશા વાકાણીએ ઈનસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શોના સેટ પરની જુની તસવીર છે. સાથે સાથે નેહા મહેતા પણ જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ કરવાથી લોકો સીધો ઈશારો શો વાપસી પર જ સમજી રહ્યા છે. આ ફોટો પર લોકોએ કોમેન્ટ પણ કરી છે કે હવે શોમા વાપસી કરો, કેટલુંક તડપાવશો.

તો કોઈએ લખ્યું કે મહેરબાની કરીને જલ્દી આવી જાઓ, તમને બધા ખુબ યાદ કરે છે. હાલમાં શોની ટીઆરપી પણ ખુબ ડાઉન ચાલી રહી છે. એવામાં શો મેકર્સને પોતાનો આ ચાર્મ જાળવવા માટે કોઈ મોટો ધમાકો કરવો પડશે. કે જેથી કરીને ટીઆરપીમાં ઉછાળો આવે.