ભોપાલ: ઈન્દોરમાં એક અભિનેતા પર તેની મોડલ પત્નીએ અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. મોડલે આરોપ લગાવ્યો છે કે, તેના અભિનેતા પતિએ તેને દહેજને લઈને એટલી હદે મારી હતી કે તેના કાનનો પદડો જ ફાટી ગયો હતો. એટલું જ નહીં મારપીટ બાદ પતિ તેને તરછોડી દીધી હતી.
પીડિતાનું નામ સ્વાતિ મેહરા છે. તે 30 વર્ષની છે અને મોડેલ છે. સ્વાતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રીએ 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા.
બંનેની મુલાકાત જૂન 2018માં મુંબઈમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં કર્ણ મુખ્ય રોલમાં હતો. તેમની મિત્રતા લગ્નમાં પરિણમી હતી. ત્યાર બાદ લગ્નના બીજા જ મહિને પતિએ સ્વાતિ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું.
સ્વાતિના જણાવ્યા પ્રમાણે, આ મામલે જ કર્ણએ તેની સાથે અનેકવાર મારપીટ કરી હતી. જેનાથી તેના કાનનો પડદો ફાટી ગયો હતો. સ્વાતિએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પતિ કર્ણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અભિનેતા અને આરોપી કર્ણનું કહેવું છે કે, સ્વાતિ મારાથી જુદી રહે છે. આ નિર્ણય અમારો સહમતિથી લેવાયો હતો. મેં આજ સુધી ક્યારેય સ્વાતિ પર હાથ જ ઉપાડ્યો નથી. તે મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે અને પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
08 Nov 2019 11:55 AM (IST)
સ્વાતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રીએ 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -