Mika Di Vohti: બોલિવૂડના જાણીતા સિંગર મીકા સિંહ 45 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઇ રહ્યો છે. સિંગર ટૂંક સમયમાં સ્વયંવર 'મિકા દી વોટી' ('Swayamvar- Mika Di Vohti' ) દ્ધારા પોતાની દુલ્હન પસંદ કરવા જઈ રહ્યો છે. મીકાના સ્વયંવર વિશે ચાહકોની બઝ પણ ઘણી વધારે છે. શોને લઇને નિર્માતાઓ એક કરતા વધુ પ્રોમો જાહેર કરી રહ્યા છે. હવે ચાહકોના મનમાં સવાલ એ છે કે આ ક્યારે, ક્યાં અને કયા સમયે પ્રસારિત થશે. તો ચાલો તમારા માટે આ બધા પ્રશ્નોના જવાબ આપીએ.
Swayamvar- Mika Di Vohtiના વાયરલ થયેલા પહેલા પ્રોમોમાં મિકા સિંહ એવું કહેતો જોવા મળ્યો હતો કે તેણે બીજાના લગ્નમાં ખૂબ ભાંગડા કર્યા છે. હવે તેણે પોતાના લગ્નમાં ડાન્સ કરવાનો છે. મિકાના શબ્દો પરથી તે સ્પષ્ટ છે કે તે હવે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે અને તેના સાચા પ્રેમને શોધવા માટે તૈયાર છે.
આ શો ક્યારથી શરૂ થશે
નોંધનીય છે કે 'સ્વયંવરઃ મિકા દી વોટી' સ્ટાર ભારત પર 19 જૂનથી રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. મજાની વાત એ છે કે જાણીતા સિંગર શાન આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તેમજ દલેર મહેંદી અને કપિલ શર્મા પણ પ્રીમિયર એપિસોડમાં જોવા મળશે.
12 સુંદરીઓ ભાગ લેશે
ઉલ્લેખનીય છે કે ‘Swayamvar- Mika Di Vohti'માં 12 સ્પર્ધકો આવી રહ્યા છે, જેમાંથી ગાયક તેની દુલ્હન પસંદ કરવા જઈ રહ્યો છે. મિકા સિંહ તેના શો 'સ્વયંવરઃ મિકા દી વોટી' માટે ચર્ચામાં છે. આ શોના ટીઝર બાદ ચાહકો આ શોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મિકા સિંહ જોધપુરમાં પોતાનો સ્વયંવર કરવા જઈ રહ્યો છે. શોમાં મીકા માત્ર સગાઈ કરશે અને ભવિષ્યમાં તે નક્કી કરશે કે તેઓ આ સંબંધને લગ્ન સુધી લઈ જવા માંગે છે કે નહીં.