મુંબઇઃ એક્ટ્રેસના અતરંગી સીન વાળા વીડિયો અને તસવીરો અવાર નવાર વાયરલ થાય છે, પરંતુ હવે તેનાથી ઉલ્ટી એક્ટ્રેસનો કીસ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આમાં એક્ટ્રેસ જાહેરમાં એરપોર્ટ પર પોતાના પતિને એક નહીં પરંતુ બબ્બે કીસ કરી રહી છે. તાજેતરમાં જ વુમ્પલા નામના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.  


શેફાલીએ ખુલ્લેઆમ કરી કીસ- 
વાયરલ થયેલા વીડિયોમાં મુંબઇ એરપોર્ટ પર શેફાલી જરીવાલા (Shefali Jariwala) પોતાના પતિ પરાગ ત્યાગી (Parag Tyagi)ની સાથે દેખાઇ રહી છે. પરાગ શેફાલીને એરપોર્ટ પર મુકવા માટે આવ્યો હતો. પરંતુ વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે તેને જવા દેવા જ ન હતો માંગતો. બન્ને કેમેરાની સામે એકબીજાને કીસ કરવા લાગ્યા હતા, એક નહીં પરંતુ બબ્બેવાર કીસ કરી લીધી હતી. આ વીડિયો શેર થતાની સાથે જ જોરદાર વાયરલ થવા લાગ્યો હતો. એક્ટ્રેસની જાહેરમાં કીસ કરવાની હરકતનો લોકો ટ્રૉલિંગ કરી રહ્યાં છે, કેટલાય લોકો સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસને ગાળો આપી રહ્યાં છે, જોકે, કેટલાક એક્ટ્રેસના આ બૉલ્ડ અંદાજની પ્રસંશા પણ કરી રહ્યાં છે. 


એક ગીતથી રાતોરાત બની ગઇ હતી સ્ટાર- 
શેફાલી જરીવાલા (Shefali Jariwala) વર્ષ 2002માં 'કાંટા લગા' (Kanta Laga) ગીતથી રાતોરાત લાઇમલાઇટમાં આવી ગઇ હતી. પરંતુ પછી તે એકદમ ગાયબ થઇ ગઇ હતી. તાજેતરમાં જ શેફાલી જરીવાલાએ પોતાની લાઇફ વિશે વાત કરી હતી, તેને કહ્યું કે મને 15 વર્ષની ઉંમરમાં મિર્ગીના હૂમલા થવા લાગ્યા હતા. તે સમયે મારી ઉપર અભ્યાસમાં સારુ કરવાનુ પ્રેશર હતુ. તનાવ અને ચિંતાના કારણે મારી સાથે આવુ થયુ હતુ. મને ઘણીવાર ક્લાસરૂમ, બેકસ્ટેજ અને ક્યારેક ક્યારેક રસ્તાં પર પણ હુમલા થઇ જતા હતા.




---


 


 


આ પણ વાંચો-- 


1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે


Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ


Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક


Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત


આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો