બોલિવૂડમાં વિતેલા વર્ષે #Metooના અનેક કેસ સામે આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત બોલિવૂડની અનેક એક્ટ્રેસે પોતાની સાથે થયેલ જાતીય શોષણની ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. 


હાલમાં જ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસે શાલૂ શમ્મૂએ સોશિયલ મીડિયામાં કાસ્ટિંગ કાઉચને લઈને વાત કહી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું છે કે, “જ્યારે કોઈ યુવતી કહેવાતા મોટા હીરો સાથે સમજૂતી કરવાની ના પાડી દે ત્યારે તેના ટેલેન્ટને નકારી દેવામાં આવે છે.”જોકે હવે સોશિયલ મીડિયામાં ચર્ચા એ છે શાલૂ ક્યા મોટા હીરોની વાત કહી રહી છે. 




નોંધનીય છે થોડા મહિના પહેલા શાલૂએ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચનો ઉલ્લેખ કરતો કિસ્સો કહ્યો હતો. શાલૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક Q/A session રાખ્યું હતું જેમાં તેણે કહ્યું કે, તમિલના એક જાણિતા ડાયરેક્ટર તેને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને શોષણ કરવા માગતો હતો. અભિનેતા વિજય દેવરાકોંડાની આવનારી એક ફિલ્મના ડાયરેક્ટરે શાલૂને પોતાની સાથે શરીર સુખ માણવા કહ્યું હતું તેના બદલામાં તેની આવનારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની તક આપવાની વાત કહી હતી. શાલૂના આ ખુલાસાથી Tollywoodમાં ખળભળાટ મચી ગયો હતો. 


શાલૂની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેણે Dasavathaaram ફિલ્મથી શરૂઆત કરી હતી. અભિનેતા સિવાકાર્તિકેયન સાથે કાસ્ટ કરવામાં આવેલ ફિલ્મ મિસ્ટર લોકલમાં શાલૂને પણ તક મળી હતી. જોકે આ મૂવીને બોક્સ ઓફિસ પર ખાસ સારી પ્રતિક્રિયા મળી ન હતી. વર્ષ 2008થી 2012 સુધી તેની ફિલ્મી કારકિર્દી ઘણી સારી ચાલી અને શાલૂને એક Filmfare Award પણ મળ્યો છે.