The Kashmir Files : કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારો પર બનેલી દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને માત્ર ફિલ્મી જગતમાં જ નહીં પરંતુ રાજકીય જગતમાં પણ ચર્ચા જાગી છે. જ્યાં ફિલ્મને લઈને રાજકીય પક્ષો વચ્ચે બોલાચાલી થઈ રહી છે, ત્યારે આ ફિલ્મ અન્ય ઘણા મુદ્દાઓને કારણે  પણ વિવાદોમાં છે. આ તમામ બાબતો વચ્ચે આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.


અત્યાર સુધીમાં 7 રાજ્યોમાં થઇ ટેક્સ ફ્રી 
ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ યુપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે, જ્યારે આ સિવાય અન્ય  6 રાજ્યોમાં આ ફિલ્મ પરથી ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે.બીજી તરફ હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યો પણ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા માટે જોડાયા છે.આ સિવાય કર્ણાટક, ત્રિપુરા અને ગોવા સરકારે પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં 7 રાજ્યોની સરકારે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે.


આ રાજ્યમાં MLA માટે સ્પેશિયલ શો 
કર્ણાટક સરકારે તેના ધારાસભ્યો માટે ફિલ્મના  સ્પેશિયલ શોની પણ વ્યવસ્થા કરી છે. મંગળવારે સાંજે 6.45 વાગ્યે તમામ ધારાસભ્યો માટે ધ કાશ્મીર ફાઇલ્સનો  સ્પેશિયલ શો બુક કરવામાં આવ્યો છે.


વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર આચરવામાં આવેલા બર્બર અત્યાચારો બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે શા માટે કાશ્મીરી પંડિતોને ઘર છોડીને  ભટકવું પડ્યું હતું. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અમન ઈકબાલ, દર્શન કુમાર સહિત ઘણા દિગ્ગજ કલાકારો અભિનય કરતા જોવા મળશે. સાથે જ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ઘણું સારું રહ્યું છે.


MPમાં પોલીસકર્મીઓને ફિલ્મ જોવા માટે રજા મળશે
મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસ કર્મચારીઓને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે રજા આપવામાં આવશે. આ સંદર્ભમાં ડીજીપીને સૂચના આપવામાં આવી છે કે જ્યારે પોલીસકર્મીઓ તેમની સુવિધા અનુસાર આ ફિલ્મ જોવા માંગે ત્યારે તેમને રજા આપવામાં આવે.