AR Rahman Discharged From Hospital: એઆર રહેમાન વિશે એવા સમાચાર હતા કે,અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલે એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે એઆર રહેમાન ડિહાઇડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યાથી પીડિત હતા.

પીઢ સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. પરંતુ હવે હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે, જેને તેમના મેનેજરે પણ સમર્થન આપ્યું છે. એઆર રહેમાનને છાતીમાં દુખાવો નથી  પરંતુ ડિહાઈડ્રેશના કારણે તેમની તબિયત લથડી છે.  આ પછી તેને ગ્રીમ્સ રોડ સ્થિત અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર અને નિયમિત તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે. એઆર રહેમાનના મેનેજર સેથિલ વેલને કહ્યું કે તેઓ ઘરે પરત ફર્યા છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ, સંગીતકારની બહેન એ.આર. રેહાનાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે રેહમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેહાનાએ પીટીઆઈ વીડિયોને જણાવ્યું, “તેને ડિહાઈડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યા હતી.

આ ઘટના એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા અઠવાડિયા પછી આ બની છે. મેડિકલ ઈમરજન્સી બાદ સાયરાને સર્જરી કરાવવી પડી હતી. સાયરાએ એક નિવેદન જાહેર  કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે, જે તેના કાયદાકીય સલાહકાર વંદના શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાયરા રહેમાને પોતાના નિવેદનમાં એ.આર. રહેમાન અને અન્ય લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા દિવસો પહેલા સાયરા રહેમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવી પડી હતી. આ પડકારજનક સમયમાં, તેનું સંપૂર્ણ ધ્યાન શક્ય તેટલી વહેલી તકે સાજા થવા પર છે. તેણી આસપાસના લોકોની ચિંતા અને સમર્થન માટે  બધાનો હૃદયપૂર્વક આભાર."

નોંધનિય છે કે, એઆર રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રીઓ-ખતિજા અને રહીમા અને એક પુત્ર-અમીન રહેમાન છે. જો કે, સાયરા અને એઆર રહેમાને નવેમ્બર 2024 માં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે, બંને છૂટાછેડા લઈ રહ્યા છે.