Friday OTT-Theater Release:ગરમીના આ માહોલમાં જો તમે ઘરે બેઠા મનોરંજન માણવા માંગો છો, તો 22 મેના રોજ રિલીઝ થયેલી નવી ફિલ્મો અને સિરીઝ તમારી વૉચલિસ્ટમાં ઉમેરાઈ શકે છે. ચાલો જાણીએ તમામ નવી રિલીઝ વિશે.

Continues below advertisement

આ પણ વાંચો:Look: ભોજપુરી એક્ટ્રેસ નીલમનો સાડીમાં જલવો, સ્લીવલેસ બ્લાઉઝ-ખુલ્લા વાળ સાથે આપ્યા પૉઝ

Continues below advertisement

‘સિસ્ટમ’સોનાક્ષી સિંહા અને જ્યોતિકા સ્ટારર આ લીગલ ડ્રામા નેહા રાજવંશની કહાની બતાવે છે, જે એક પ્રિવિલેજ્ડ પબ્લિક પ્રોસિક્યુટર છે. સતત 9 કેસ જીત્યા પછી તે એવા કાનૂની સંઘર્ષમાં ફસાય છે જે સત્ય અને ન્યાયની તેની સમજને પડકાર આપે છે. આ સિરીઝ 22 મે 2026થી Amazon Prime Video પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘ધુરંધર: RAW એન્ડ અનદેખા’રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’નું અનકટ વર્ઝન OTT પર આવ્યું છે. આ વર્ઝનમાં  તેમને ન જોયાલે  સીન પણ જોવા મળશે. આ ફિલ્મ Netflix અને JioHotstar પર ઉપલબ્ધ છે.

‘લેડીઝ ફર્સ્ટ’આ અમેરિકન કોમેડી ફિલ્મ એક ઘમંડી પુરુષની કહાની છે, જે અચાનક મહિલાઓના વર્ચસ્વવાળી દુનિયામાં પહોંચી જાય છે. ફિલ્મ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘મધુવિધુ’મલયાલમ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ એક શેફ અને કેફે ઓનરની કહાની છે, જેને સ્થાનિક અંધશ્રદ્ધાઓ કારણે લગ્નમાં મુશ્કેલીઓ આવે છે. આ ફિલ્મ SonyLIV પર ઉપલબ્ધ છે.

‘સતરંગી: બદલે કા ખેલ’

આ ક્રાઇમ-રિવેન્જ થ્રિલર એક કલાકારની કહાની છે, જે પોતાના પિતાના મોતનો બદલો લેવા માગે છે. આ શો ZEE5 પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.

‘સ્કાયમેડ સીઝન 4’મેડિકલ રેસ્ક્યુ ડ્રામા ફરી નવા સીઝન સાથે આવ્યો છે. એર એમ્બ્યુલન્સ ટીમના જોખમી મિશન અને ભાવનાત્મક સંઘર્ષની કહાની દર્શાવે છે. JioHotstar પર ઉપલબ્ધ છે.

‘વારંટ’

આ તમિલ ક્રાઇમ થ્રિલર એક નાના શહેરના કોન્સ્ટેબલની કહાની છે, જે ધીમે ધીમે ક્રૂર ગુનેગાર બની જાય છે. આ ફિલ્મ ZEE5 પર જોઈ શકાય છે.

‘ગેબી ડોલ હાઉસ’17 વર્ષની ગેબી અને તેની દાદીની સાન ફ્રાન્સિસ્કો ટ્રિપ દરમિયાન ડોલ હાઉસ ગુમ થઈ જાય છે અને તેમની જિંદગી બદલાઈ જાય છે. આ ફિલ્મ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘ચાંદ મેરા દિલ’અનન્યા પાંડે અને લક્ષ્ય સ્ટારર આ ફિલ્મ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે, જે થિયેટરમાં 22 મેના રોજ રિલીઝ થઈ છે.

‘ત્રીજી બેગમ’નારી કેન્દ્રિત આ સોશિયલ ડ્રામા ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે અને ભાવનાત્મક કહાની રજૂ કરે છે.

‘દૃશ્યમ 3’

મલયાલમ ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ’ સીરિઝની ત્રીજી કડી છે, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 21 મેના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે.