ટેસ્ટમાં સિક્સરથી ખાતું ખોલાવનારા પહેલા બેટ્સમેન પંત પર ફિદા છે આ હોટ યંગ એક્ટ્રેસ, જાણો વિગત
મુંબઈ: ટીમ ઈન્ડિયા તરફથી પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાંજ રિષભ પંતે ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન તમામ ભારતીયોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેતો યંગ ક્રિકેટર પર એક બોલિવૂડ અભિનેત્રીનું દિલ આવી ગયું છે. જેના કારણે પણ તે ચર્ચામાં છે.
રિષભ પંત જ્યારે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહ્યો હતો ત્યારે દિલ્હીની મેચ દરમિયાન અનેક વખત સારા અલી ખાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ ઉપરાંત બંન્નેને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અભિનેત્રી સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું દિલ આ યુવા વિકેટકીપર પર આવી ગયું છે. આ બન્નેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. જેને લઈને બન્નેના અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારો પાંચમો વિકેટ કીપર બની ગયો છે. તેણે 20 વર્ષે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું છે. આ મામલે પાર્થિવ પટેલે 17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે.
ઉલ્લેખીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારીને ખાતું ખોલાવનારો ભારતનો પ્રથમ અને દુનિયાનો 12મો ખેલાડી બની ગયો છે.