TRP List: ટીઆરપીની ટોપ ટેનની લિસ્ટમાં છે આ ટીવી શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ગુમાવી લોકપ્રિયતા

અનુપમા, ગમ હૈ કિસી કે પ્યાર મેં થી લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સુધી, ચાલો જાણીએ કે કયો શો ટીઆરપી લિસ્ટમાં કયા નંબર પર છે.

Continues below advertisement

TRP List:અનુપમા, ગમ હૈ કિસી કે પ્યાર મેં થી લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સુધી, ચાલો જાણીએ કે કયો શો ટીઆરપી લિસ્ટમાં કયા નંબર પર છે.

Continues below advertisement

ટીવીની દુનિયામાં કયો શો કયા નંબર પર છે તે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક રહે છે. સીરિયલ લવર્સ  દર અઠવાડિયે ટીઆરપી લિસ્ટની રાહ જુએ છે. હવે 26મા સપ્તાહની ટીઆરપી યાદી આવી ગઈ છે. અને આ વખતે પણ યાદીમાં ફેરફાર જોવા મળ્યો છે.  ઘણા શોની રેન્કિંગ ઉપર અને નીચે ગઈ છે. ચાલો જાણીએ, ટોપ 10ની યાદીમાં કયા શો સામેલ છે.

નંબર વન પર આ લોકપ્રિય શો

રાજન શાહીનો લોકપ્રિય શો અનુપમા નંબર વન પર છે.  ચાહકોનો  અનુપમાને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.  શોમાં અનુપમા-અનુજની ઈમોશનલ સ્ટોરી ફેન્સને પણ ઈમોશનલ કરી રહી છે. જણાવી દઈએ કે આ દિવસોમાં શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુપમા અમેરિકા જઈ રહી છે, તેના જવા માટે માત્ર 2 દિવસ બાકી છે અને ત્યાં એક દુ:ખદ અકસ્માત થયો છે. જેમાં  માયાનું મોત થઇ ગયું છે.  જેના પછી શોની વાર્તા સંપૂર્ણપણે બદલાઈ જશે.

ગૂમ હૈ કીસી કે પ્યારને પણ મળી રહ્યો છે ફેન્સનો પ્રેમ

અને બીજા નંબર પર ગૂમ હૈ કીસિ કે પ્યાર મેં છે. આ શો ફેન્સની ફેવરિટ લિસ્ટમાં પણ સામેલ છે. હાલમાં જ શોમાં એક લાંબી છલાંગ  લગાવી છે. શોમાં નવા કલાકારોની એન્ટ્રી થઈ છે અને હવે શોની વાર્તા સાઈ અને વિરાટની દીકરી સાવીની આસપાસ ફરે છે.

આ સિરિયલ ટોપ 10માં છે

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ત્રીજા નંબર પર છે. જ્યારે ચોથા નંબર પર ઇમલી અને પાંચમા નંબરે યે હૈ ચાહતેં છે. છઠ્ઠા નંબરે ફાલ્તુ, સાતમા નંબરે પંડ્યા સ્ટોર, આઠમા નંબરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નવમા નંબરે કુંડલી ભાગ્ય અને દસમા નંબરે તેરી મેરી ડોરિયા છે.

કેદારનાથમાં કપલ પર કાર્યવાહીને લઈ બોલિવૂડ અભિનેત્રી લાલઘુમ

કેદારનાથ ધામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીળી સાડી પહેરેલી એક યુવતી તેના બોયફ્રેન્ડને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહી છે અને બોયફ્રેન્ડ તેનો પ્રસ્તાવ સ્વીકારીને યુવતીને ગળે લગાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક ધાર્મિક સ્થળ પર આવા વીડિયો શૂટ કરવાને ખોટું કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યા છે.
 
દરમિયાન, મંદિર પરિસર વતી દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે કાર્યવાહી કરવાનું કહ્યું છે. પોલીસની આ કાર્યવાહી અને ઘટના પર હવે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની પ્રતિક્રિયા સામે આવી છે. રવીનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે દંપતીને સમર્થન આપતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે અને તેને દુ:ખદ ગણાવ્યું છે.

રવીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આપણા ભગવાન પ્રેમ કે તેમના ભક્તો કે જેઓ તેમના આશીર્વાદ લઈને આ ક્ષણને પવિત્ર બનાવવા માગે છે. તો તેમની વિરુદ્ધ ક્યારે થઈ ગયા? કદાચ પશ્ચિમી રીત અને તેમની સંસ્કૃતિ અનુસાર પ્રપોઝ કરવું હવે સલામત છે. ફૂલો, મીણબત્તીઓ અને ચોકલેટ. ખૂબ જ દુ:ખદ! આ કાર્યવાહી તે લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે જેઓ ફક્ત તેમના સંબંધો માટે આશીર્વાદ લેવા માંગતા હતા.

શું છે આખી ઘટના...???? 

હાલના દિવસોમાં કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ જામી છે. આ દરમિયાન ત્યાંથી અલગ-અલગ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. આમાંથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક છોકરી ઘૂંટણ પર બેસીને એક છોકરાને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સવાલો ઉઠવા લાગ્યા કે કેદારનાથ ધામ એક ધાર્મિક સ્થળ છે, પિકનિક સ્પોટ નથી. મામલો વેગ પકડતો જોઈને મંદિર સમિતિએ તેના પર કાર્યવાહી કરી હતી અને પોલીસને પત્ર લખીને વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના પર પોલીસે કહ્યું છે કે, દંપતી સામે કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોઈ તેનું સમર્થન કરે છે તો કોઈ આ કાર્યવાહીનો વિરોધ. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને પ્રપોઝ કરનાર કપલનો પક્ષ લીધો હતો. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Continues below advertisement
Sponsored Links by Taboola