વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ટાઇગર શ્રોફ જીમમાં પોતાના ટ્રેઇનરની સામે જ કસરત કરતી વખતે 200 કિલો વજન ઉઠાવી લે છે. આ વીડિયોને જોતા ફેન્સ ટાઇગર શ્રોફને 'હલ્ક'ની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
અવારનવાર ટાઇગર શ્રોફ પોતાના વીડિયોમાં માર્શલ આર્ટ, જિમ્નાસ્ટિક્સ સ્ટન્ટ કરતો રહે છે. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી પણ પોતાના સ્ટન્ટ વીડિયો વાયરલ કરતી રહે છે.