Nusrat Jahan: બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પોતાની સુંદરતાને લઇને ખુબ ચર્ચામાં રહે છે. ઇન્ટરનેટ પર અવારનવાર પોતાના લેટેસ્ટ વીડિયો અને ફોટોઝ શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. હવે તેને પોતાની સિઝલિંક લૂક વાળી તસવીરો ફરી એકવાર શેર કરીને ઇન્ટરનેટ પર માહોલ ગરમાવી દીધો છે. ઓરેન્જ ટ્રાઉઝર અને પ્રિન્ટેટ બ્રાલેટમાં નુસરત જહાંએ પોતાના આ લૂકથી તાપમાન વધારી દીધી છે. 


નુસરત જહાંનો આ લેટેસ્ટ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તસવીર શેર કરતાં નુસરત જહાં લખ્યું- Hello Summer..... 32 વર્ષીય નુસરત જહાં સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર નુસરત જહાંના 2.8 મિલિયન ફોલોઅર્સ છે. 






નુસરત જહાં ભલે બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ છે, પરંતુ તેની ચર્ચા દેશ-વિદેશ સુધી થાય છે. ફિલ્મોથી વધુ નુસરત જહાં પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, જોકે, વિવાદોથી ઘેરાયેલી છે. નુસરત જહાં પોતાના લગ્ન, તલાક, દીકરાના જન્મ અને રિલેશનશીપને લઇને વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ જ કારણ છે કે તેની પર્સનલ લાઇફને લઇને જાણવા માટે લોકો ખુબ ઉત્સુક રહે છે. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત જહાંની એક્ટર યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં રહેવાની વાતો સામે આવી હતી. 






નુસરત જહાં બંગાળી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, તેને બંગાળી ફિલ્મ શોત્રૂ (Shotru) ની સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. નુસરત ખોખા 420 (Khokha 420), યોદ્ધા (Yoddha), અસુર (Asur), પાવર (Power), જામાઇ 420 (jamai 420) અને આમી જે કે તોમાર (Ami je ke Tomar) જેવી કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલમાં તેના ન્યૂ પ્રૉજેક્ટને લઇને કોઇ જાણકારી નથી. જાન્યુઆરીમાં તેના સૉન્ગ ‘નાચ મયૂરી નાચ’ રિલીઝ થયુ હતુ, જોકે, હિટ રહ્યું હતુ.