મુંબઈ: ટીવી અભિનેતા અંકિત રાજ ‘મેં ભી અર્ધાંગિની’ના એન્ટિમેટ સીન શુટ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને મળતી માહિતી પ્રમાણે તેને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શોમાં અધિરાજનો કિરદાર નિભાવનાર અંકિત હિના સાથે એક સેક્સી સીનનું શુટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ફોક્સ લાઈટ એના પગ પર પડી અને તેનાં લીધે તે ઈજાગ્રસ્ત થયો હતો.
અંકિતે જણાવ્યું હતું કે, જ્યારે અમે રિહર્સલમાં એટલા તલ્લીન થઈ ગયા હતાં કે આજુબાજુની કોઈ વસ્તુનો અમને ખ્યાલ જ રહ્યો ન હતો. એવામાં એક ફોક્સ લાઈટ મારા પગ પર પડી હતી જેના કારણે ઈજા થઈ હતી અને સારવાર માટે બાજુમાં આવેલી હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઘુંટણમા બે ટાકાં આવ્યાં હતાં. ગુરુવારે શોને ઓનએયર કરવાનો હતો. તો મેં મારા ઘાવને પ્લાસ્ટિકથી ઢાંકી દીધો અને શુટિંગ પૂર્ણ કર્યું હતું.
અંકિત સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તેની પર્સનાલિટીનાં કારણે તે ઘણો ફેમસ છે. ફોટોમાં તેના સિક્સ પેક પણ જોવા મળી રહ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે.
શૂટિંગ વખતે અભિનેત્રી અને અભિનેતા સેક્સી સીનમાં એટલા બધાં ખોવાઈ ગયા કે અભિનેતા સાથે ના થવાનું થયું? જાણો વિગત
abpasmita.in
Updated at:
21 Sep 2019 09:45 AM (IST)
અમે રિહર્સલમાં એટલા તલ્લીન થઈ ગયા હતાં કે આજુબાજુની કોઈ વસ્તુનો અમને ખ્યાલ જ રહ્યો ન હતો. એવામાં એક ફોક્સ લાઈટ મારા પગ પર પડી હતી જેના કારણે ઈજા થઈ હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -