Sidharth Shukla Death: ટીવીના જાણીતા અભિનેતા Siddharth Shuklaના મોતની ખબરે દરેકને આઘાતમાં લાવીને મુકી દીધા છે. સિદ્વાર્થ શુક્લાની ઉંમર 40 વર્ષની હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ હાર્ટ એટેકથી એક્ટરનુ મોત થયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ આજે તેને મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો, જ્યાં તેનુ મોત થઇ ગઇ હતુ.
આવામાં હવે સિદ્વાર્થ શુક્લાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. સિદ્વાર્થ શુક્લાએ 24 ઓગસ્ટે છેલ્લીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીર પૉસ્ટ કરી હતી અને ફ્રેન્ટ લાઇન વર્કર્સનો આભાર માન્યો હતો. સિદ્વાર્થ શુક્લાએ પોતાની તસવીર શેર કરતા લખ્યુ હતુ- તમામ ફ્રન્ટ લાઇન વર્કર્સને દિલથી ધન્યવાદ, તમે તમારા જીવનનો જોખમમાં નાંખો છો, અનગણિત કલાક કામ કરો છો, અને તે દર્દીઓને આરામ આપો છે, જે તેમના પરિવારોની સાથે સાથે નથી હોઇ શકતા. તમે વાસ્તવમાં સૌથી બહાદુર છો. અગ્રિમ પંક્તિમાં રહેવુ આસાન નથી, પરંતુ અમે વાસ્તવમાં તમારા પ્રયાસોની પ્રસંશા કરીએ છીએ. #MumbaiDiariesOnPrime આ સુપરહીરો માટે સફેદ ટૉપી, નર્સિંગ સ્ટાફ અને તેમના અનગણિત બલિદાનો માટે એક શ્રદ્ધાંજલિ છે. 25 ઓગસ્ટનુ ટ્રેલર આઉટ. #TheHeroesWeOwe.'
સિધ્ધાર્થ શુકલાની વય માત્ર 40 વર્ષની હતી. સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉફરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી.
સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્હયો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.
આ સિવાય સિદ્ધાર્થ શુક્લ ફિયર ફેક્ટર-ખતરોં કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યો હતો. તેમણે સાવધાન ઇન્ડિયા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું પણ હોસ્ટ કર્યું હતું.
સિદ્ધાર્થ શુક્લનો જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મોડેલિંગના દિવસોમાં તેણે તેના પિતાને ગુમાવ્યા.