મુંબઈઃ ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ અને ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ જેવા ટીવી શોમાં જોવા મલેલ એક્ટ્રેસ દીયા ચોપરાના ફેન્સ માટે ખુશખબર સામે આવ્યા છે. અહેવાલ છે કે લોકડાઉનમાં દીયા ચોપરા બીજા વખત માતા બની છે. તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ તેણે સોફિયા રાખ્યું છે.

ટીવી શો ‘મિસિસ કૌશિક કી પાંચ બહુએ’ અને ‘છન છન’ જેવા શોમાં દર્શકોને મંત્રમુગ્ધ કરનારી દીયાએ લાંબા સમય સધી એનઆરઆઈ બોયફ્રેન્ડ રિચી મેહતા સાથે લગ્ન કર્યા છે. તેને ત્યાં 6 એપ્રિલ 2020ના રોજ દીકરીનો જન્મ થયો છે. આ કપલને એક દીકરો ઇવાન પણ છે. દીયાએ એક સુંદર ગ્રીટિંગ કાર્ડ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું અને દીકરીના જન્મના ખુશખબર અલગ અંદાજમાં ફેન્સ સાથે શેર કર્યા.



પોસ્ટના કેપ્શનમાં દીયાએ લખ્યું છે કે, ‘સ્વાગત છે નાનકડી પરી. તે અમારા પરિવારને પૂરો કરી દીધો’. દીયા લાંબા સમયથી રિચી મહેતાને ડેટ કરી રહી હતી અને બાદમાં તેણે 27 નવેમ્બર 2016માં લગ્ન કરી લીધા હતા.

કોરોના વાયરસ જેવી આ વિકટ પરિસ્થિતિમાં દીયાએ હેલ્ધી બાળકીને જન્મ આપતાં પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. દીયાએ તેનું નામ સોફિયા રાખ્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘ઈવાન ખુશી સાથે તે જાહેર કરી રહ્યો છે કે, તેની બહેન સોફિયા મહેતા આ દુનિયામાં સુરક્ષિત રીતે આવી ગઈ છે. 6 એપ્રિલ 2020, અમને આ વિશે જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે’. પોસ્ટમાં એક્ટ્રેસે પરિવારના સભ્યોના નામ પણ લખ્યા છે.