મુંબઈ: ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચેંટ હાલના દિવસોમાં વેકેશન એન્જોન કરી રહી છે. કિશ્વર આ વેકેશનના આલ્બમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. હાલમાં જ કિશ્વરે પોતાની એક સ્વિમશૂટમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આશરે પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ 16 ડિસેમ્બરે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ અને ટીવી અભિનેતા સુયાશ રાય સાથે લગ્ન કર્યા હતા. આ કપલ હાલ લગ્ન જીવનો આનંદ માણી રહ્યા છે. ખાસ વાત એ છે કે બંને વચ્ચે સાત વર્ષનું અંતર છે. કિશ્વરે તેના વિશે વાત કરતા કહ્યું હતું કે શરૂઆતના સમયમાં અમારે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોના સવાલોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે અમારી વચ્ચે સાત વર્ષનું અંતર હતું. અંતે તેમણે અમારા આ નિર્ણયને સ્વીકારી લીધો અને અમે એક થઈ ગયા.