ઉદિત નારાયણે કહ્યું નેહા કક્કડ ખૂબજ સારી છોકરી છે અને બહુ સરસ ગાય પણ છે. મને નેહા ગમે છે. માત્ર મને જ નહીં લોકોને પણ નેહા ગમે છે. નેહાએ ઈંડન્સ્ટ્રીમાં જાતે મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે.
ઉદિત નારાયણે નેહા અને આદિત્યની જોડી અંગે કહ્યું બંને એકબીજા સાથે જોડાઇ રહ્યાં છે પરંતુ આગળની મને ખબર નથી. ટીવી પર તો આ વાતો ચાલે છે પરંતુ મને નથી ખબર કે બંને લગ્ન કરી રહ્યાં છે. જો આમ થશે તો મને ખુશી થશે કે, મારા ફેમિલીમાં એક ફિમેલ સિંગર આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયન આઇડલ સીઝન 11 માં ગયા અઠવાડિયે એક એપિસોડમાં ઉદિત નારાયણ અને તેમની પત્ની ગેસ્ટ તરીકે આવ્યાં હતાં. આ સમયે દીપાએ પણ એમ કહ્યું કે, તેમનો દીકરો વારંવાર ઘરે નેહા વિશે વાતો કરે છે. તેની પાસેથી જ તેમને નેહાની સારી આદતો વિશે જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે, નેહા એક એવી છોકરી છે, જેને હંમેશાંથી એક વહુ તરીકે જોવા ઇચ્છતી હતી.
આ શોમાં નેહાએ આદિત્ય, ઉદિત અને દીપા નારાયણ સાથે એક ફેમિલી ફોટો પણ પડાવ્યો હતો. તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.