Trending Uncle Dance Video: જ્યારે કોઈ ખુશ હોય છે ત્યારે દરેક વ્યક્તિની તે ખુશી વ્યક્ત કરવાની પોતાની રીત હોય છે. કેટલાક લોકો તેમને કોણ જોઈ રહ્યું છે અને તેઓ કેવી રીતે ડાન્સ કરી રહ્યા છે તેની પરવા કર્યા વિના ડાન્સ દ્વારા તેમની ખુશી વ્યક્ત કરે છે. આ દિવસોમાં એક આધેડનો ડાન્સ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છેજે ડાન્સ ફ્લોર પર પૂરી મસ્તી સાથે ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement


 




આ વાયરલ ડાન્સ વીડિયોમાં એક વ્યક્તિ કોઈની પરવા કર્યા વિના છૂટથી ડાન્સ કરતો જોવા મળે છે. પ્રથમ નજરમાં તમે તેને "કંટાળાજનક વૃદ્ધ માણસ" તરીકે નજરઅંદાજ કરી નાખશોપરંતુ તે ડાન્સ ફ્લોર પર પહોંચતાની સાથે જ તેમનો ડાન્સ તમને દંગ કરી મૂકશે. કાકા પૂરા આનંદ અને આત્મવિશ્વાસ સાથે તેમનો ડાન્સ કરી રહ્યા છે. દરેક મૂવ અને સ્વેગના તેના જબરદસ્ત પ્રદર્શનને જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જશે અને ચોક્કસપણે આ વીડિયો તેના મિત્રો સાથે શેર કરશે.


વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા છે


આ રસપ્રદ ડાન્સ વીડિયો એવરીબડી નેપાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છેજેને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ સાથે 2.3 મિલિયન લાઈક્સ અને 4.3 મિલિયન શેર મળ્યા છે. તમે વીડિયોમાં જોઇ શકો છો કે એક અંકલ ડાન્સ ફ્લોર પર આવતાની સાથે જ લોકો તમને ચીયર કરવા લાગે છે અને જેવો તે ડાન્સ શરૂ કરે છે તરત જ આસપાસના લોકો તેઓના ડાન્સને કેમેરામાં કેદ કરવા લાગે છે અને વીડિયોમાં લોકો ચીયર કરતાં પણ સાંભળી શકો છો. કાકા જોરદાર લટકા મટકા સાથે પોતાની જ મસ્તીમાં ડાન્સ કરી રહ્યા છે. તેમને કોઈ જ ડર સતાવી રહ્યો નથી કે આસપાસના લોકો તેમના વિશે શું કહેશે. તેઓ પોતાની મસ્તીમાં જ ડાન્સ કરી મજા લઈ રહ્યા છે અને આસપાસના લોકોને પણ મજા કરાવી રહ્યા છે. આ ડાન્સ વીડિયો જોઇને એટલું તો ચોક્કસ કહી શકાય કે તમે તમારી નજર કાકાના ડાન્સ પરથી હટાવી શકશો નહી એ પાક્કું છે.