Uorfi Javed Shares Confusing proposal Photo : જો ઉર્ફી જાવેદને સોશિયલ મીડિયા પર સેન્સેશનના બદલે સનસની કહેવામાં આવે તો તે ખોટું નહી હોય. કેમ કે ઉર્ફી જ્યારે પણ કૈંક અતરંગી કરવા જઈ રહી હોય છે તો તેના પહેલા તે ફેન્સને થોડી હિંટ જરૂર આપે છે. જો તે કોઈ કપડાં પર વીડિયો બનાવી રહી હોય છે તો તે તેનો થોડો ભાગ તેના દર્શકોને ચોક્કસ બતાવી દે છે. તેણે તેની દરેક વાત તેના દર્શકો સાથે શેર કરી છે. તે કોઈ પણ વાત છુપાવતી નથી. અગાઉની રિલેશનપશીપ મામલે પણ તેણે મીડિયા સામે ખુલ્લીને વાત કરી હતી. જો કે લેટેસ્ટ પોસ્ટથી લાગી રહ્યું છે કે ઉર્ફી જાવેદને ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે વિશ્વાસ નથી થતો તો તેની લેટેસ્ટ સ્ટોરી જોઇ લો.


કોણ છે ઉર્ફી જાવેદનો નવો બોયફ્રેન્ડ?


તાજેતરમાં ઉર્ફી જાવેદે પ્રપોઝલ ફોટો શેર કરીને પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂક્યા છે અથવા એમ કહી શકાય કે તેણીએ તેના સંબંધનો સંકેત આપ્યો છે. ઉર્ફી જાવેદે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક સ્ટોરી શેર કરી છે જેની સાથે તેણે હાર્ટ ઇમોજી બનાવીને શેર કરી છે. આ તસવીરમાં એક બોર્ડ દેખાઈ રહ્યું છે જેના પર લખ્યું છે કે તેણે હા કરી છે. જે બાદ તેણે બીજી તસવીર શેર કરી જેમાં લખ્યું હતું કે અમે આ કરી લીધું છે.






ઉર્ફી જાવેદને કોણે હા પાડી તે તો ખબર નથીપરંતુ આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયાના કોરિડોરમાં તેમના સંબંધોના સમાચારો ઉડવા લાગ્યા છે. ચાહકો જાણવા માંગે છે કે ઉર્ફી કોના પ્રેમમાં ફરે છે. ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ટ્વિટ કરતી વખતે એક યુઝરે લખ્યુંકોણ છે એ નસીબદાર વ્યક્તિતો બીજાએ લખ્યું- તમે એવું શું પૂછ્યું કે તેણે હા પાડી..