મુંબઈઃ ટીવી જગતમાંથી કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા થોડા દિવસોમાં અનેક ટીવી સિતારા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ દરમિયાન ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાને પણ કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેનો ખુલાસો ખુદ ઉર્વશી ધોળકિયાએ કર્યો છે. કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું કે, છેલ્લા થોડા દિવસોથી હું કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી હતી.

કોરોનાનો અનુભવ શેર કરતાં ઉર્વશીએ લખ્યું, “છેલ્લા 25 દિવસથી હું કોરોના વાયરસનો સામનો કરતી હતી. આ 25 દિવસ મારા સ્વાસ્થ્ય માટે ઘણા ખરાબ સાબિત થયા. કોરોના થયા બાદ મારી જિંદગી રોલર કોસ્ટર જેવી થઈ ગઈ હતી. મારે એક ખતરનાક બીમારી સામે લડવાનું હતું. આ માટે મારે ઈમ્યૂન સિસ્ટમની જરૂર હતી. હવે હું આ દિવસો અંગે વાત કરવા નથી માંગતી.”



ઉર્વશીએ આગળ લખ્યું, “હું ઝડપથી સાજી થઈ અને મેં કોરોનાને હરાવ્યો. હવે હું કોરોના મુક્ત છું.  કોરોનાના કારણે મારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે એક નવી ઉર્જા સાથે જિંદગી ફરીથી શરૂ કરવા જઈ રહી છું. ભગવાને મને જિદંગી જીવવાનો વધુ એક મોકો આપ્યો છે. ભગવાનના આર્શીવાદથી હું કોરોના સામેનો જંગ જીતી.”

[insta]

[/insta]

છેલ્લા થોડા દિવસોથી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી અને કોઈ પોસ્ટ શેર નહોતી કરી.