બોલિવૂડ એક્ટ્રેસ વરૂણ ધવને તેમની બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરી 2021એ લગ્ન કરી લીધા. આ લગ્ન ખૂબ જ સિક્રેટ રીતે મહારાષ્ટ્રના અલીબાગની એક હોટલ ‘ ધ મેન્શન હાઉસ’માં થયા. લગ્ન બાદ પણ બંને મીડિયા સામે આવ્યા હતા અને ફોટો અને વીડિયો માટે પોઝ આપ્યા હતા. હવે નતાશા અને વરૂણના ઘરનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયો એ ઘરનો છે, જ્યાં વરૂણ ધવન તેમની નવી નવેલી દુલ્હન સાથે રહી રહ્યાં છે.આ ઘરમાં વરૂણ ધવન, નતાશા અને તેમના ડેડી ડેવિડ ધવન અને લાલી ધવન રહી રહ્યાં છે. આ ઘરનું ઇન્ટિરિયર વરૂણ ઘવનની માતા લાલી ધવને ડિઝાઇન કર્યું છે. વરૂણનું ઘર અંદરથી ખૂબ જ આલિશાન અને સુંદર છે. આ વીડિયોમાં વરૂણ ખુદ તેમના ઘરનો ખૂણે ખૂણો બતાવે છે.
ખૂબ જ લક્સુરિયસ છે ઘર
વરૂણ ધવનના આ ઘરમાં જિમાનિસ્ટિક રૂમ અને બાડ્રોવ રૂમ પણ છે.તેમના ઘરમાં એક મોટો ડાઇનિંગ હોલ છે.ઘરનું ફ્લોરિંગ સફેદ માર્બલથી થયું છે. ઘરના બાથરૂમ પણ ખૂબ જ લક્સરિયુસ છે. વરૂણ ઘવને આ નવું ઘર 2017માં ખરીદ્યું હતું. આ વીડિયો બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે તેમના મોબાઇલ કેમેરાથી શૂટ કર્યો છે. વીડિયો શૂટ દરમિયાન વરૂણ ધવન અનુપમને ઘરની શેર કરાવે છે. આ સમય દરમિયાન અનુપમ ખેર વીડિયો શૂટ કરે છે.
અનુપમ ખેરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, “વરૂણ ધવને મને તેમનું લક્સુરિયસ ઘર બતાવ્યું. હું આ પહેલા તેમના ઘરે ત્યારે ગયો હતો જ્યારે તેમના પિતા ડેવિડ વાસ્પા ચલાવતા હતા. મેં આ સમયથી વરૂણ ધવનને જોયો છે, જ્યારે તે નાનો હતો. કઠોર મહેનતનું ફળ મળે છે.મા લાલી ધવનને આ બંગલાનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.