બોલીવૂડ અભિનેતા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'એ બોક્સ ઓફિસ પર બે દિવસમાં 23.47 કરોડની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે રેમો ડિસોઝાની આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો એન્ગલ છે. ફિલ્મ લંડન બેઝ્ડ છે. ફિલ્મમાં વરુણ ધવન ભારતીય તથા શ્રદ્ધા કપૂર પાકિસ્તાની બતાવવામાં આવી છે.
ફિલ્મ 3700 જેટલી સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 70 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વર્ષ 2013માં આવેલી ફિલ્મ એબીસીડીનો ત્રીજો ભાગ છે.
ફિલ્મના નિર્દેશક રેમો ડિસૂઝા છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, ધર્મેશ, રાઘવ, પુનીત સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.