2019ની લોકસભાની ચૂંટણી પહેલા બોલિવૂડની આ દિગ્ગજ એક્ટ્રેસ BJPમાં જોડાઈ
ઉલ્લેખનીય છે કે મૌસમી ચેટર્જી હિંદી અને બંગાલી સિનેજગતની વિખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. તેનો જન્મ 26 એપ્રિલ, 1948માં થયો હતો. બોલીવૂડમાં તેણે રાજેશ ખન્ના, શશી કપૂર, જિતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, મૌસમી ચેટર્જી 2004માં ઉત્તરી કોલકતાથી કોંગ્રેસની ટિકિટ પર મમતા બેનર્જી સામે ચૂંટણી લડી ચૂકી છે અને તેને પરાજયનો સામનો કરવો પડયો હતો. વર્ષ 2014માં મૌસમીએ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની વર્તમાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે પણ એવી ચર્ચા થઈ હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે, પણ એમ થયું નહિ.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌસમી ચેટર્જીએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગઈ છે. મૌસમી ચેટર્જીએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા મૌસમી ચેટર્જીએ ભાજપના અનેક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -