મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ તેને પોતાની બહેન ખુશી કપૂરની સાથે જીમમાં મસ્તી કરતી જોવામા આવી. સોશ્યલ મીડિયા પર તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ખુશી અને જ્હાન્વીની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે..
વીડિયોમાં જોઇ શકાય છે કે જ્હાન્વી એ રેડ અને પર્પલ કલરનુ વર્કઆઉટ વિયર પહેરેલુ છે, અને તે ખુશી કપૂરની ટાંગી ખેંચી રહી છે, જે જમીન પર સુતેલી છે. ખુશીએ ગ્રે કલરનો ટૉપ અને બ્લેક કલરની લેગિંગ પહેરેલી છે. જ્હાન્વી તેને જમીન પર પકડીને રાખવાનો પ્રયાસ કરી રહી છે. ખુશી હંસવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયોને એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
ફેન્સ આપી રહ્યાં છે જોરદાર રિએક્શન્સ-
આ વીડિયોમાં જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરના ફેન્સ પોતાનુ જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. વીડિયોમાં તેની ટ્રેનર નમ્રતા પુરોહિત પણ દેખાઇ રહી છે. વીડિયોને અત્યાર સુધી હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. તેનો આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બન્ને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરીઓ છે.
જ્હાન્વી કપૂરનો અત્યાર સુધીનો સફર-
વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી 2018માં પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તેને ગુંજન સેક્સેનાઃ ધ કારગિલ ગર્લ અને રુહી જેવી ફિલ્મો કરી કરી છે. જલ્દી તે હવે ફિલ્મ દોસ્તાના 2માં દેખાશે. ખુશી કપૂરે હજુ સુધી બૉલીવુડમાં ડેબ્યૂ નથી કર્યુ. તેને હંમેશા પોતાના બહેનની સાથે સ્પૉટ કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર પણ બન્ને ખુબ એક્ટિવ રહે છે.
Khushi Kapoor: લાલ સ્વિમિંગ ડ્રેસમાં શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે આપ્યા ગ્લેમરસ પૉઝ----
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે પોતાની કેટલીય તસવીરો શેર કરી છે જેને જોઇને તમે પણ કહેશો કે તેની ફેશન ગેમ ખુબ સ્ટ્રૉન્ગ છે. આ તસવીરો ખુશી કપૂરના લેટેસ્ટ ફોટોશૂટની છે જેમાં તે રેડ halter-neck swimsuitમાં દેખાઇ રહી છે. આ તસવીરોને ફેન્સ ખુશીમાં માં શ્રીદેવીની ઝલક દેખાઇ છે. સ્વિમિંગ સૂટની સાથે ખુશીએ નીચે રેડ લેધ પેન્ટ પહેરેલુ છે, અને કંઇક આવી સ્માઇલ કરતા પૉઝ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ખુશી કપૂર જલ્દી જ એક્ટિંગમાં ડેબ્યૂ કરવાની છે. તેના પિતા બોની કપૂરે બતાવ્યુ હતુ કે તે ફિલ્મોમાં કામ કરશે. હજુ ફિલ્મની જાહેરાત નથી થઇ.