Disha Patani Love Video: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડ એલેક્ઝેન્ડર એલેક્સ સાથે ચર્ચામાં આવી છે, બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય એવી તસવીરો અને વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જે બન્નેના રિલેશન પર મહોર મારી રહ્યો છે. દિશા પટ્ટણી પોતાના જુના બૉયફ્રેન્ડ એક્ટર ટાઇગર શ્રોફને છોડીને હવે નવા પ્રેમી સાથે ઇશ્ક લડાવવાનું શરૂ કરી દીધુ છે. 


તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં યંગ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડ સાથે ડેટિંગ પર નીકળેલી દેખાઇ રહી છે, આ વીડિયો વિરલ ભાયાણી નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, એક્ટ્રેસ દિશા પટ્ટણી અને તેનો રૂમર્ડ બૉયફ્રેન્ડ જેને મિસ્ટ્રી બૉય કહેવામાં આવી રહ્યો છે, તે બન્ને એક રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળી રહ્યાં છે, પહેલા મિસ્ટ્રી મેન નીકળી રહ્યો છે અને તેની પાછળ એક્ટ્રેસ બહાર નીકળતી દેખાઇ રહી છે, આ દરમિયાન બન્ને કેજ્યૂઅલ લૂકમાં દેખાઇ રહ્યાં છે. બાદમાં બન્ને એક કારમાં બેસીને રવાના થઇ જાય છે, બન્નેના ચહેરા પર સ્માઇલ છે. વિરલ ભાયાણીએ આ વીડિયો પૉસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યુ છે- ડેટ નાઇટ ? લૉન્ગ ડ્રાઇવ ? મિસ્ટ્રી મેન ? દિશા પોતાની નવી લવ મૉમેન્ટમાં કેપ્ચર થઇ ગઇ છે ?!!!😍🫦🫦






આ વીડિયોમાં બાદ માનવામાં આવી રહ્યું છે કે, દિશા પટ્ટણી પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડ સાથે મોડી રાત્રે લૉન્ગ ડ્રાઇવની મજા માણવા નીકળી છે, અને બન્ને પોતાના રિલેશનશીપને નવી ઉંચાઇ પર લઇ જઇ રહ્યાં છે, જોકે, ખાસ વાત છે કે, હાલ દિશા પટ્ટણી પોતાના જુના બૉયફ્રેન્ડ એક્ટર ટાઇગર શ્રોફથી દુર થઇ ગઇ છે. 


ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશા પટ્ટણી ઘણીવાર એલેક્ઝેન્ડર એલેક્સ સાથે જોવા મળી છે, હાલમાં જ લેટ નાઇટ સ્પૉટ થઇ છે. જોકે, એક્ટ્રેસે એલેક્ઝેન્ડર એલેક્સ સાથેના તેના સંબંધોની કોઇ જ પુષ્ટી કરી નથી. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં Aleksandar Alexએ જણાવ્યું હતું કે બંને એક સમયે ફ્લેટમેટ હતા. તેમની વચ્ચે સારી બૉન્ડિંગ છે. જોકે, Aleksandar Alex એ પણ તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું.