Ali Fazal Mirzapur 3: અમેઝૉન પ્રાઇમ વેબ સીરીઝ 'મિર્ઝાપુર 3'નો ઇન્તજાર હવે ખતમ થઇ જશે, કેમ કે મિર્ઝાપુરના ગુડ્ડૂ પંડિત એટલે કે અલી ફઝલે (Ali Fazal) ફેન્સને એક નવો નાયબ તોહફો આપ્યો છે. હવે દર્શકોને 'મિર્ઝાપુર 3' (Mirzapur 3) જલદી જોવા મળી શકે છે. કેમ કે આ વેબ સીરીઝનુ શૂટિંગ પુરુ થઇ ગયુ છે અને આ વાતની જાણકારી અલી ફઝલે સોશ્યલ મીડિયા પર શેર કરી છે. 


પુરુ થયું 'મિર્ઝાપુર 3'નું શૂટિંગ  -
ભારતની સૌથી જાણીતી વેબ સીરીઝ એટલે મિર્ઝાપુરનું જ નામ આવે છે. હવે આના દર્શકો માટે ખુશખબર છે કે, આ ફિલ્મ હવે જલદી આવી શકે છે. મેકર્સે આ વેબ સીરીઝની સિઝન 3ની તૈયારીઓ પુરી કરી લીધી છે. ખરેખરમાં લીડ એક્ટર અલી ફઝલે પોતાના ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ પરથી એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયો 'મિર્ઝાપુર 3'ના શૂટિંગ રેપઅપનો છે. જેમાં અલી ફઝલની સાથે સીરિઝની તમામ કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સહિત આખી ટીમ હાજર છે.આ વીડિયોના કેપ્શનમાં અલી ફઝલ લખે છે- આ મેસેજ મારી આખી ટીમ માટે, 'મિર્ઝાપુર 3'નો સફર મારા માટે ખાસ અને શાનદાર રહ્યો.  


જણાવી દઈએ કે, 'મિર્ઝાપુર' એમેઝોન પ્રાઇમ વિડિયોની સૌથી ચર્ચિત અને હિટ સીરિઝમાંથી એક છે. તેની બે સિઝન રિલીઝ થઈ ચૂકી છે. મિર્ઝાપુરની બંને સિઝનને ઘણી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે. મિર્ઝાપુર સિરીઝના ફેન્સ હવે તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.






'મિર્ઝાપુર' સિઝન 3 માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા અને ઈશા તલવાર પણ છે, અને તેને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સમર્થિત છે.


વાર્તામાં નવો વળાંક આવશે
કાલીન ભૈયા અને ગુડ્ડુની લડાઈ હવે આ શ્રેણીમાં એક નવી રીતે આગળ વધશે. અહેવાલો અનુસાર, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સાથે શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, હર્ષિતા ગૌર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ ફરી એકવાર સાથે જોવા મળશે. આ સાથે દરેકના મનમાં આ સવાલ પણ છે કે આ સિરીઝ ક્યારે રિલીઝ થશે.


તેના જવાબમાં રસિકા દુગ્ગલે પોસ્ટ સાથે લખ્યું છે કે, “મિર્ઝાપુર સિઝન 3 આવશે…” હવે માત્ર પ્રાઇમ વીડિયો જ કહી શકે છે કે તે ક્યારે આવશે. હવે દરેક સારી વસ્તુ માટે રાહ જોવી પડે છે... તૈયાર રહો!' હવે ભલે તેણે તારીખ નથી જણાવી, પરંતુ તેણે ચોક્કસપણે પુષ્ટિ કરી છે કે આ શ્રેણી ટૂંક સમયમાં સ્ટ્રીમ કરવામાં આવશે.