તસવીર શેર કર્યા બાદ ઈઝાબેલ અને અર્જુન વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તસવીર સાથે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ રાઉડીને કો-સ્ટાર તરીકે મળીને એકદમ લકી ફીલ કરી રહી છું’.
ઈઝાબેલ આ પહેલા પણ ખબરોમાં રહી ચૂકી છે. કેટલાય રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે તેનું અફેર ચાલી રહ્યું છે. ઈઝાબેલે પણ તે વાતને કન્ફર્મ કરી હતી કે તે વિરાટ કોહલીને ડેટ કરી રહી છે.
હાલ ઈઝાબેલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તે પુરાની જીન્સ, સિક્સટીન અને મિસ્ટર મજનૂ જેવી ફિલ્મમાં પણ જોવા મળી હતી.