વિવેક ઓબેરોયે કહ્યું કે, અમે મોદીને તેમના જીવન કરતાં વધારે મોટા રજૂ કરી રહ્યા નથી. તેઓ પહેલાથી જ મોટા છે. અમે તેમને હીરો તરીકે પણ રજૂ કરી રહ્યા નથી. તેઓ પહેલાથી જ માત્ર મારા માટે નહીં પરંતુ ભારત અને વિદેશમાં વસતા કરોડો લોકો માટે હીરો છે. તેઓ એક પ્રેરણાદાયી વાર્તા છે, જેને અમે સ્ક્રીન પર રજૂ કરીએ છીએ.
હું સમજી શકતો નથી કે શા માટે કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. અભિષેક સિંઘવી અને કપિલ સિબલ જેવા વરિષ્ઠ અને પ્રસિદ્ધ વકીલો શા માટે આવી ફિલ્મ પર પીઆઈએલ દાખલ કરવાનો સમય બગાડતા હોય છે ? તેઓ આ ફિલ્મથી અથવા ચોકીદારના 'દાંડા' થી ડરે છે કે નહીં તે ખબર નથી.
વિવેક ઓબેરોયે એમ પણ કહ્યું કે, ભારત એક આઝાદ દેશ છે અને મને ફિલ્મ બનાવવાની તથા તેને રિલીઝ કરવાની મંજૂરી છે.
મુખ્યમંત્રી રૂપાણીનો દાવો, ભાજપ રામ મંદિર બનાવશે, જુઓ વીડિયો
<