નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિંબાએ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી. આ ફિલ્મનું પ્રથમ ગીત ‘આખ મારે....’ લોકોની વચ્ચે ખૂબ જાણીતું થયું અને આજે પણ આ ગીત સુપરહિટ છે. એટલું જ નહીં આ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો કે કેટલાકે તો આ ગીતના ડાન્સ સ્ટેપને ફોલો કરીને પોતાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ ગીતની ગાયક નેહા કક્કરે પણ શાનદાર ધુન પર ડાન્સ કરતી જોવા મળી હતી. પોતાના ખાસ અંદાજથી ગીતો ગાનારી નેહા કક્કર ખુબજ લોકપ્રિય થઈ ચુકી છે.


નેહાએ 7 સપ્ટેમ્બરે પોતાના યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં નેહા ‘સિમ્બા’ના સોગ આંખ મારે પર નાચતી જોવા મળી હતી. નેહાની આ ડાન્સીંગ સ્ટાઈલ તેમના ખાસ પ્રશંસકોને પસંદ આવી રહ્યા છે. એટલે જ 4 મહીનામાં આ વીડિયો 8 કરોડથી વધારે વાર જોઈ શકાયો છે. નેહા આ સોંગમાં પોલકા ડોટવાળા ડ્રેસમાં ખુબજ આકર્ષક લાગી રહી છે. જુઓ વીડિયો.....