Dharmendra Death News:બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે મુંબઈમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસ પહેલા તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

Continues below advertisement

બોલીવુડના "હી-મેન" તરીકે જાણીતા ધર્મેન્દ્રએ તેમના શાનદાર ફિલ્મી કરિયરની સાથે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. જોકે, ત્યાં તેમની સફર તેમની ફિલ્મો જેટલી સફળ રહી ન હતી. ચાલો ધર્મેન્દ્રની ટૂંકા ગાળાની પણ ખૂબ જ ચર્ચિત રાજકીય સફર વિશે જાણીએ.

રાજકારણમાં પ્રવેશવાની સ્ટોરી 2004 માં, ધર્મેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના સ્વિંગ ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન, તેઓ શત્રુઘ્ન સિંહા સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા.

Continues below advertisement

આ મુલાકાત રાજકારણ તરફ તેમનું પહેલું પગલું હતું. ભાજપે તેમને રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા. ધર્મેન્દ્રએ કોંગ્રેસના ઉમેદવાર રામેશ્વર લાલ ડુડીને લગભગ 6૦,૦૦૦ મતોથી હરાવીને ચૂંટણી જીતી અને સંસદમાં પહોંચ્યા.

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી ટૂંકી પણ યાદગાર હતી.ધર્મેન્દ્રને રાજકારણ ગમતું ન હતું. તેમની પ્રખ્યાત ફિલ્મ, શોલેના એક સંવાદનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું હતું કે, જો સરકારે તેમની વાત નહીં સાંભળી, તો તેઓ સંસદની છત પરથી કૂદી પડશે. જોકે તેમણે જબરદસ્ત જીત મેળવી, પરંતુ  તેમની  સંસદમાં  ઓછી હાજરી ચર્ચામાં રહી છે. 

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી તેમની ફિલ્મો જેટલી સફળ નહોતી. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેઓ ફક્ત થોડી વાર જ સંસદમાં હાજરી આપી શક્યા. બિકાનેરના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તેમના સાંસદ, ધર્મેન્દ્ર  મતવિસ્તારની મુલાકાત લેતા નહોતા કે જનતા સાથે જોડાતા નહોતા. તેમણે તેમનો મોટાભાગનો સમય ફિલ્મોના શૂટિંગમાં અથવા તેમના ફાર્મહાઉસમાં વિતાવ્યો હતો. જો કે, તેમના સમર્થકો હંમેશા કહેતા હતા કે ,ધર્મેન્દ્ર બીકાનેર માટે પડદા પાછળના ઘણા કામ કરે છે.

ધર્મેન્દ્રએ રાજકારણ કેમ છોડ્યું? સની દેઓલે ખુલાસો કર્યો2009માં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, ધર્મેન્દ્ર ફરી ચૂંટણી લડ્યા નહીં અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. પાછળથી, તેમના પુત્ર, સની દેઓલે એક મુલાકાતમાં ખુલાસો કર્યો કે, ધર્મેન્દ્ર રાજકારણ ક્યારેય  પસંદ ન હતું.તેમણે એ જોઇન કર્યાનો તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.  ધર્મેન્દ્રએ એકવાર કહ્યું હતું કે, "મેં કામ કર્યું અને કોઈ બીજાએ શ્રેય લીધો. કદાચ તે સ્થાન મારા માટે ન હતું."

બાદમાં, તેમના પુત્ર, સની દેઓલ અને પત્ની, હેમા માલિનીએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ ધર્મેન્દ્રએ હંમેશા અંતર જાળવી રાખ્યું. સની દેઓલે ગુરદાસપુરથી એક વાર ચૂંટણી જીતી અને પછી રાજકારણ છોડી દીધું. હેમા માલિની ત્રણ વખત મથુરાથી સાંસદ તરીકે  ચૂંટાયા.