Bollywood:શાહરૂખ ખાને દુબઈમાં ખુલાસો કર્યો કે, તે કેવી રીતે નિષ્ફળતાઓનો સામનો કેવી રીતે કર્યો હતો. તેમણે કહ્યું કે, નિષ્ફળતા પર દુઃખી થવાને બદલે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ. ડંકીની સફળતા બાદ કિંગ ખાનના આ વિચારો ચર્ચામાં છે.
શાહરૂખ ખાન બોલિવૂડ દર્શકોનો ફેવરિટ સ્ટાર છે.તાજેતરમાં તેણે જણાવ્યું કે, તે કેવી રીતે નિષ્ફળતાઓનો સામનો કરે છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. શાહરૂખનું કહેવું છે કે, નિષ્ફળતાઓ પર દુઃખી થવાની જરૂર નથી, તેના બદલે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.
દુબઈમાં ગ્લોબલ ફ્રેઈટ સમિટમાં બોલતા, તેમણે સમજાવ્યું કે તેઓ કેવી રીતે આધાતોને સામનો કરે છે. તે તેના અભિનયની સમીક્ષા કરે છે, શાહરૂખે કહ્યું કે, " મને પણ વિફલતાની આ લાગણી પસંદ નથી.નથી. હું બાથરૂમમાં જઈને રડું છું. હું તે કોઈને બતાવતો નથી. દુનિયા ક્યારેય તમારી વિરુદ્ધ નથી હોતી. તમારી ફિલ્મ ખરાબ હોવાનો અર્થ એ નથી કે, કોઇ તમારી સામે સાજિશ કરી રહ્યું છે. બસ માત્ર ભૂલોને સુધારવાની જરૂર છે." શાહરૂખે કહ્યું કે આ રીતે નિષ્ફળતામાંથી ઉભા થઇને થઈને આગળ વધવું જોઈએ.
શાહરૂખ ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ડિંકી' ઘણી હિટ રહી હતી. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં 470 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અહેવાલો છે કે આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થઈ શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સહિત તમામ અગ્રણી કલાકારો અને નિર્દેશકોએ 'ડિંકી' માટે ઓછું મહેનતાણું લીધું હતું. એટલે કે આ ફિલ્મ ઓછા બજેટમાં બની હતી. આવી સ્થિતિમાં, ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે 'ડિંકી'એ સારો નફો કર્યો હશે. અહેવાલો અનુસાર, રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત અને શાહરૂખ સ્ટારર ફિલ્મ હોવાને કારણે તેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.
આ પણ વાંચો