ક્રિશ્ચિયન વેડિંગમાં કેમ ઈમોશનલ થઈ પ્રિયંકા ચોપરા, Royal Marriageની તસવીરો આવી સામે
ક્રિશ્ચિયન વેડિંગ સેરેમની દરમિયાન પ્રિયંકા ડેડ અશોક ચોપરાને યાદ કરીને રડી પડી હતી. જેને કારણે માહોલ એકદમ ગમગીન થઈ ગયો હતો. આ સમયે નિક જોનાસે તેને સંભાળી હતી અને માહોલને ખુશનુમા કર્યો હતો.
ક્રિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકા-નિક વચનો લખીને આવ્યા હતાં. તેમણે એકબીજાને વચનો આપ્યા હતાં. વેડિંગ વાઉસ બાદ પ્રિયંકા-નિકે એકબીજાને લિપ કિસ કરી હતી.
લગ્ન બાદ પ્રિયંકા અને નિકે ફોટોશૂટ કરાવ્યું હતું. આ લગ્નને બહુ જ ખાનગી રાખવામાં આવ્યા હતાં અને ફક્ત પરિવાર અને નજીકના લોકો જ સામેલ હતાં.
પ્રિયંકાએ પોતાના ફેવરેટ ઈન્ટરનેશનલ ડિઝાઈનર રોલ્ફ લૌરેનનું ગાઉન પહેર્યું હતું. જોનાસે પણ રોલ્ફ લૌરેનને બનાવેલ શૂટ પહેર્યો હતો. આ લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેમાં થયા હતાં. આ લગ્ન માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.
ત્યાર બાદ પ્રિયંકાની માતા હાથ પકડીને હસતા-હસતાં લગ્ન માટે પહોંચી હતી. ત્યારે નિક જોનાસ પણ તેની માતાને લઈને પહોંચ્યો હતો. આ અવસર પર નિક જોનાસના બધાં ભાઈ એક જ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.
આ રીત રિવાજ પ્રમાણે થયેલા લગ્નમાં પ્રિયંકા અને નિક એક બીજાને કિસ કરતાં જોવા મળ્યા હતાં. લગ્નના આ અવસર પર જ્યારે પ્રિયંકાની માતા તેને સાથે લઈને આવી હતી તે દરમિયાન પ્રિયંકા ઈમોશનલ થઈ ગઈ હતી. આ તસવીરો તમે જોઈ શકો છો.
1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બરે પ્રિયંકા અને નિકે કૈથોલિક અને હિંદુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતાં. આ લગ્નન તૈયારીઓ 29 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી ચાલી હતી.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તસવીરો સામે આવી રહી છે. પીપલ મેગેઝિને આ લગ્નની પહેલી તસવીર શેર કરી છે. આ સિવાય પીપલ ટીવીએ લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં કૈથોલિક લગ્નની ઝલક જોવા મળી હતી. કેવી રીતે બન્નેએ લગ્ન કર્યા તેની એક ઝલક પર એક નજર કરીએ.