મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ અને પટાયાલા બેબ્સ ફેમ અશનૂર કૌર સીબીએસઇ બોર્ડની 12 ધોરણની પરીક્ષામાં 94 ટકા માર્ક્સ મેળવીને પાસ થઇ છે. આનાથી તે એકદમ ખુશ છે. તેનુ કહેવ છે કે તે પોતાના બોર્ડના રિઝલ્ટની સાથે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગ છે. તેને કહ્યું કે તે બતાવવા માંગે છે કે કલાકાર પણ ઇન્ટેલિજન્સ હોય છે.
અશનૂર કૌરે ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે- હું એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગતી હતી, કેટલાય લોકો મારી પાસે આવ્યા ને કહ્યું કે તમે અમને ખોટા સાબિત કરી દીધા છે કે એક્ટર ઇન્ટેલિજન્સ ના હોઇ શકે. તે ઇન્ટેલિજન્ટ છે. આ તમારુ ઝનૂન, તમારી પ્રતિભા અને ચૉઇસ છે. આ માનસિક ક્ષમતા અને વૃદ્ધિ સાથે સંબંધિત નથી.
બહુજ મહેનત કરી હતી-
અશનૂર કૌરે કહ્યું કે, મને આશા હતી કે મારુ રિઝલ્ટ સારુ આવશે, મે બહુ જ મહેનત કરી હતી, મેં મારા તમામ વાયવા અને પ્રેક્ટિકલમાં પોતાનુ સો ટકા આપ્યુ હતુ, કેમકે હું ન હતી ઇચ્છતી કે હું ખુદને નિરાશ કરુ. હું મારા માતા પિતાને ગર્વ મહેસૂસ કરાવવા માંગતી હતી, રિઝલ્ટ પહેલા હુ ગભરાઇ ગઇ હતી.
પેરેન્ટ્સની સામે જોયુ રિઝલ્ટ-
અશનૂર કૌરે કહ્યું -મે મારા 11માં ધોરણના ગ્રેડને ન હતા જોયા અને મને ન હતી ખબર કે આ બધુ ફાઇનલ રિઝલ્ટમાં કઇ રીતે કાઉન્ટ થશે. મારા પેરેન્ટ્સ હતા, ત્યાં મારી સાથે જ્યારે મે આને ઓનલાઇને ચેક કર્યુ. અમે બધાએ એક્સાઇટમેન્ટમાં બૂમો પાડી. આ એક સારુ ફેમિલી મૂવમેન્ટ હતુ. મને હમણાં જ એક શિહ ત્જુ પપી મળ્યુ છે, અને તેને મને ચાટવાનુ પણ શરૂ કરી દીધુ છે.
બીએમએમ અને ફિલ્મ મેકિંગ કરવા માંગે છે અશનૂર કૌર-
અશનૂર કૌરે પોતાના ફ્યૂચર પ્લાનિંગ વિશે વાત કરતા કહ્યું- હુ બીએમએમ કરવા ઇચ્છુ છું અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છુ છું. પોતાના માસ્ટર્સ માટે, હું વિદેશ જઇ શકુ છુ, હુ એક્ટિંગ ઉપરાંત ફિલ્મ મેકિંગ અને ડાયેરક્શન પણ શીખવા માંગુ છુ.
17 વર્ષીય અશનૂર કૌર કેટલીય ટીવી સીરિયલો અને શૉ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, તેને અત્યાર સુધી બૉલીવુડની બે ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં સુપરહિટ ફિલ્મ સંજૂ સામેલ છે. સંજય દત્તની બાયૉપિકમાં એક્ટ્રેસ અશનૂર કૌરે યંગ પ્રિયા દત્તનો રૉલ નિભાવ્યો છે, જેમાં તે સપોર્ટિંગ એક્ટ્રેસ હતી. આ ઉપરાંત તે ફિલ્મ મનમર્જીયાંમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે.