નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને ભારતીય ટીમના બે-બે વર્લ્ડકપના હીરો રહેલા યુવરાજે ગઇકાલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ક્રિકેટને બાય બાય કહી દીધુ. યુવરાજના સન્યાસની ખબરો સોશ્યલ મીડિયામાં સનસની મચાવી દીધી. ક્રિકેટ જગત, બૉલીવુડ જગત અને ચાહકોએ યુવીને શુભેચ્છાઓ પાઠવવાનુ શરૂ કરી દીધુ. યુવરાજ માત્ર ક્રિકેટમાં જ ઓલરાઉન્ડર ન હતો તે હીરોઇનો પટાવવામાં પણ માહિર હતો. તેનું અફેર અનેક બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સાથે ચર્ચાયુ અને અંતે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે પરણી ગયો હતો. અહીં તેના અફેરના વાત છે...


કિમ શર્માઃ- 37 વર્ષીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ 2007માં એક્ટ્રેસ કિમ શર્મા સાથે ચર્ચામાં આવ્યું હતું.
પ્રિતી ઝાંગિયાનીઃ- કિમ શર્મા સાથે બ્રેક અપ બાદ મોહબ્બતે ગર્લ પ્રિતિ ઝાંગિયાની સાથે યુવરાજનું અફેર રહ્યું હતું.


પ્રિતી ઝિન્ટાઃ- કિંગ્સ ઇલેવન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટા સાથે પણ યુવરાજના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતું.
દીપિકા પાદુકોણઃ- 2007 વર્લ્ડકપમાં જબરદસ્ત પરફોર્મન્સ બાદ દીપિકા પાદુકોણની સાથે યુવરાજનું અફેર ચર્ચામાં રહ્યું, તેની સાથે તેને બર્થડે પાર્ટી પણ કરી હતી.
રિયા સેનઃ- દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપની ખબરો બાદ રિયા સેનની વાત યુવરાજ સિંહ સાથે ચર્ચામાં રહી.


મિનિષા લાંબાઃ 2011માં યુવરાજ સિંહ અને મિનિષા લાંબાનો એક કિસીંગ સીન વાયરલ થયો, ત્યારબાદ બન્ને વચ્ચે અફેરની ચર્ચા રહી હતી.
નેહા ધૂપિયાઃ- 2014માં યુવરાજ સિંહ અને નેહા ધૂપિયા સોફિયા ચૌધરીની બર્થડે પાર્ટીમાં એકસાથે દેખાયા અને બન્નેની લવ સ્ટૉરીની વાત વહેતી થઇ હતી.
હેઝલ કીચઃ- અંતે 30 નવેમ્બર, 2016માં યુવરાજ સિંહે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે લગ્ન કરી લીધા હતા.