મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં એક સમલૈંગિકના પાત્રમાં જોવા મળશે. ત્યારે ફિલ્મમાં પોતાના રોલને લઈને તેમનું માનવું છે કે સિનેમાનો ઉપયોગ જૂની પેઢીના તે મુદ્દા પર સહજતાથી વાત કરવી જોઈએ.


ઝરીન ખાને કહ્યું કે, “આ ફિલ્મની સ્ટોરી સાંભળ્યા બાદ મને લાગ્યું કે ફિલ્મોમાં આવવા માટે આ સ્ટોરી કેટલી મહત્વપૂર્ણ છે. ધારા 377ને કોર્ટે કાયદેસર જાહેર કરી દીધી છે, પરંતુ સમાજ અને આપણા માતા પિતાની પેઢી ચોક્કસ રીતે આ વાસ્તવિક્તા સાથે સહમત નથી કે સમલૈંગિકા આપણા બધાની જેમ સામાન્ય છે. આ માત્ર એક યૌન ઓરિએન્ટેશન છે અને કેટલાક નથી. યુવા પેઢી હવે આ અંગે જાહેરમાં વાતો કરવા લાગી. જો સમાજનું સમર્થન ના મળે તો આઝાદ થઈને કઈ રીતે જીવીશું.”


ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ની કહાણી બે સમલૈંગિક પાત્રની છે. જેમાં ઝરીન અને અંશુમન ઝા નિભાવી રહ્યં છે. ઝા આ ફિલ્મના નિર્માતા પણ છે. આ ફિલ્મ મેનહટનમાં સાઉથ એશિયન ફિલ્મ ફસ્ટિવલમાં 22 નવેમ્બરે દર્શાવવામાં આવશે.