Appleએ iPhone 7 અને iPhone 8ની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો ભાવ
નવી દિલ્હીઃ જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. એપલે બુધવારે રાત્રે 2 મોટા મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ નવા મોડલ લોન્ચ કર્યા બાદ iPhone7 અને iPhone 8ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત આઈફોન 7 પ્લસ અને આઈફોન 8 પ્લસની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપલે આઈફોનના આ મોડલની કિંમત 100 ડોલર (અંદાજે 7200 રૂપિયા) સુધી ઘટાડી છે. હવે આઈફોન 7ની કિંમત 549 ડોલરના બદલે 449 ડોલર (32,328 રૂપિયા) હશે. જ્યારે iPhone 7 Plus હવે 569 ડોલર (40,968 રૂપિયા)માં મળશે. તેવી જ રીતે iPhone 8ની કિંમત ઘટીને 599 ડોલર (43,128 રૂપિયા) હશે. iPhone 8 Plusની કિંમત 699 ડોલર (50,328 રૂપિયા) હશે.
આ કિંમત અમેરિકામાં ઘટાડવામાં આવી છે. ભારતમાં કિંમત કેટલી ઘટશે તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે. જોકે અમેરિકા જે રીતે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને જોતા લાગે છે કે ભારતમાં કિંમત 10 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. આ દરેક મોડલ પર અલગ અલગ હોઈ શકે છે. ભારતમાં આ ફોનની કિંમત અમેરિકાની તુલનામાં ઘણી વધારે છે કારણ કે તેમાં ડીલરનું કમીશન હોય છે. ઉપરાંત ઇમ્પોર્ટ ડ્યૂટી પણ હોય છે.
ભારતમાં iPhone 8 plusના 256 જીબી મોડલની કિંમત 86,000 રૂપિયા है। iPhone 8ના 256 જીબીવાળુ મોડલ 77,000 રૂપિયામાં મળી રહ્યું છે. iPhone 8ના 64 જીબી મોડલની હાલમાં કિંમત 64,000 રૂપિયા છે. iPhone 7ના 32 જીબી મોડલની કિંમત 43,000 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -