✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Facebook કરશે આગામી વર્ષે નવો ધડાકો, આ ફેસિલિટીથી ઓફલાઇન લોકો પણ થઇ શકશે કનેક્ટ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2018 03:36 PM (IST)
1

ફેસબુકના એક પ્રવક્તાના હવાલાથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, 'જોકે, આ સમયે અમારી પાસે વિશિષ્ટ પરિયોજનાઓ વિશે રજૂ કરવા માટે કંઇજ નથી, અમે માનીએ છીએ કે સેટેલાઇટ ટેકનોલૉજી આગામી પેઢીની બ્રૉડબેન્ડ આધારભૂત સંરચનાનો એક મહત્વપૂર્ણ આધાર હશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી લાવવી સંભવ થઇ જશે.

2

નવી દિલ્હીઃ ઇન્ટરનેટની દુનિયા આગળ વધી ગઇ છે, છતાં અબજો લોકો હજુ સુધી ઓફલાઇન છે, આ ઓફલાઇન લોકોને કનેક્ટ કરવા માટે હવે ફેસબુક નવું પગલું ભરવા જઇ રહી છે. કંપની આ નવી યોજના અંતર્ગત હવે પોતાનો ઇન્ટરનેટ ઉપગ્રહ (સેટેલાઇટ) 'એન્થેના' લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેને 2019 ની શરૂઆતમાં કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ધ વાયર્ડના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

3

4

ફેસબુક અનુસાર, લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટની પહોંચ વધારવાની દિશામાં કામ કરનારી આ એકમાત્ર કંપની નથી. એલન મસ્કની સ્પેસ એક્સ અને સૉપ્ટબેન્કના સપોર્ટવાળી વનવેબ બે અન્ય મોટી કંપનીઓ છે, જેની આવી જ મહત્વકાંક્ષા છે. ધ વાયર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ફેસબુકે પણ એન્થેના પ્રૉજેક્ટની સ્પષ્ટ કરી છે.

5

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, અમેરિકન સંઘીય સંચાર આયોગ (FCC) ની સમક્ષ ફેસબુક દ્વારા પૉઇન્ટવ્યૂ ટેક એલએલસીના નામથી આપેલી એક અરજી અનુસાર, પ્રૉજેક્ટને 'દુનિયાભરમાં અનસર્વ્ડ અને અંડરસર્વ્ડ વિસ્તારોમાં કુશળતાપૂર્વક બ્રૉડબેન્ડની પહોંચ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.'

  • હોમ
  • ગેજેટ
  • Facebook કરશે આગામી વર્ષે નવો ધડાકો, આ ફેસિલિટીથી ઓફલાઇન લોકો પણ થઇ શકશે કનેક્ટ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.