શાનદાર સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite, જાણો કિંમત અને ફીચર્સ
આ ઉપરાંત, ફોનમાં 13 + 2 મેગાપિક્સલ ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે. આ ફોન મીડનાઇટ બ્લેક, સેફાયર બ્લુ અને સ્કાય બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટપોનમાં પાવરફુલ Kirin 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓનર 10 લાઈટ વિતેલા વર્ષે ચીનમાં લોન્ચ થયો હતો. ચીનમાં આ ફોનની શરૂઆતની કિંમત 1399 યુઆન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનર 10 લાઇટમાં વોટરડ્રોપ નોચ સાથે 6.21 ઇંચની સંપૂર્ણ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2280x1080 પિક્સલ છે. તેમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરો છે. આ કેમેરામાં 8 અલગ-અલગ મોડ છે જેમા સારી સેલ્ફી ક્લિક થઇ શકાશે. કેમેરામાં AI Beautyનું પણ સપોર્ટ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મોબાઈલ બનાવતી કંપની Huaweiની સબ બ્રાન્ડ હોનરે મંગળવારે પોતાનો નવો સ્માર્ટફોન હોનર 10 લાઈટ ભારતમાં લોન્ચ કર્યો છે. હોનર 10 લાઈટ સ્માર્ટફોન 4 જીબી અને 6 જીબી રેમ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં 4 જીવી વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 64 જીબી વેરિયન્ટની કિંમત 17,999 રૂપિયા હશે. 12 જાન્યુઆરીથી 12:00 વાગ્યે ફ્લિપકાર્ટ અને ઓનરની વેબસાઇટ પરથી તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -