ત્રણ નવા આઇફોનની સાથે બંધ થઇ ગયો આ પૉપ્યૂલર ફોન, જાણો શું છે કારણ
એપલની ભારતીય વેબસાઇટ પર iPhone XS, iPhone XR, iPhone 8 અને iPhone 7ને જોઇ શકાય છે, પણ iPhone X નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપલે iPhone Xને બંધ કરી દીધો એટલે કંપનીએ આને વેબસાઇટ પરથી પણ હટાવી લીધો છે. આ ઉપરાંત iPhone SE અને iPhone 6ને પણ કંપનીએ પોતાની સાઇટ પરથી દુર કર્યા છે. કહી શકાય છે કે, ત્રણ નવા આઇફોનની અલગ અલગ કિંમતોના કારણે iPhone Xનું સેલિંગ પ્રભાવિત થશે.
ઉલ્લેખનીય છે કે, iPhone XR જે આ વખતે સૌથી સસ્તો આઇફોન છે, આની ભારતીય કિંમત 79 હજાર રૂપિયાથી શરૂ થાય છે, હાલ ભારતીય માર્કેટમાં iPhone X ની શરૂઆતી કિંમત પણ આ જ છે. આ રીતે એપલે હેડફોન જેકવાળા બધા આઇફોનને સત્તાવાર રીતે બંધ કરી દીધા છે.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજે ગઇરાત્રે પોતાના લેટેસ્ટ અને દમદાર ત્રણ આઇફોનના નવા મૉડલને રિલીઝ કરી દીધા. Apple iPhone XS, iPhone XS Max અને iPhone XRને એન્યૂઅલ ઇવેન્ટ કરીને લૉન્ચ કર્યાં આ સાથે જ કંપનીએ એક ખાસ ડિસીઝન અંતર્ગત પોતાના પૉપ્યૂલર ફોનને બંધ પણ કરી દીધો, આ ફોન છે iPhone X. આ કંપનીનો પૉપ્યૂલર અને દમદાર ફોન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -