દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન થયો લોન્ચ, નોટબુકની જેમ ખોલી-બંધ કરી શકાશે
ટેકનિકલી રીતે આ ફોન એક ટેબલેટ જેવો છે. કારણ કે તેમાં 7.8 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે. પરંતુ તેને વાળીને 4 ઇંચનો ફોન બનાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFlexpai ત્રણ વેરિએન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે.જેની શરુઆત કિંમત 95, 400 રૂપિયાની આસપાસ છે.
ડિવાઈસમાં યૂએસબી ટાઈપ સી પોર્ટની સુવિધા આપવામાં આવી છે પરંતુ ફોનમાં 3.5mmનું હેડફોન જેક આપવામાં આવ્યું નથી. બેટરી 3800mAh છે. Flexpai ત્રણ વેરિએન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે.જેની શરુઆત કિંમત 95, 400 રૂપિયાની આસપાસ
કેમેરા 16 મેગાપિક્સલનો મેન સેન્સર અને 20 મેગાપિક્સલનો સેક્ડરી સેન્સર આપવામાં આવ્યો છે. જે ટેલીફોટો લેન્સ સાથે આવે છે. ફોલ્ડ કર્યા બાદ તેને સેલ્ફી કેમેરા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
ફોલ્ડેબલ સ્માર્ટફોની ખાસિયતની વાત કરીએ તો આ ફોનમાં નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 8150 આપવામાં આવ્યું છે. ફોનમાં 8 GB, 8 GB રેમ અને 128 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે.
ફોનનું નામ Flexpaiરાખવામાં આવ્યું છે. Royole એ કહ્યું કે આ ફોનને બે લાખ વખત ખોલી અને બંધ કરવામાં આવ્યો હતો અને બરાબર ચાલે છે. ફોનની ચારે બાજુ સ્ક્રીન આપવામાં આવી છે. જેને નોટબુકની જેમ ખોલી-બંધ કરી શકાય છે.
ચીની કંપની રૉયલ કોર્પોરેશને દુનિયાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોન નોટબુક કે ડાયરીની જેમ ખોલી-બંધ કરી શકાય છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન સેમસંગ લોન્ચ કરશે પરંતુ તેના પહેલા Royole એ લોન્ચ કરી દીધો છે.
આ Rouyu કંપનીએ એલજી, હુવાવે જેવી તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે જે ઘણી વખત દાવો કરી રહી હતી કે તેઓ દુનિયાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લઈને આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -