કોંગ્રેસનો વિધાનસભા ઘેરવાનો પ્રયાસ નિષ્ફળઃ કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બીજી તરફ કોંગ્રેસની નલિયાકાંડની વિરોધમાં નીકળેલી બેટી બચાવો યાત્રા આજે ગાંધીનગર પહોંચી હતી. યાત્રા પૂર્ણ થયા પછી સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસની સભા યોજાઇ હતી અને આ પછી વિધાનસભાને ઘેરવાના ઇરાદા સાથે રેલી આગળ વધતાં પોલીસે રેલી અટકાવી હતી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત 300 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ રેલીને લઈને પોલીસ દ્વાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવતાં જ ઉપસ્થિત પોલીસે તેમને અટકાવ્યા હતા અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. આ અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જુઓ વધુ તસવીરો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -