✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દારૂ પીશો તો 3 વર્ષની કેદ પણ ભાંગ પીશો તો ચાલશે, ભાંગને નશો નહીં ગણવા સરકારે શું આપ્યું કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2017 10:39 AM (IST)
1

નશાબંધી અંગેના નવા કાયદા મુજબ પોલીસ રેડમાં ઝડપાયેલા વાહનોને જપ્ત કરીને રાજયસાત કરવામાં આવશે. જાડેજાએ ઉમેર્યું કે સરહદી રાજયોમાં દારૂબંધી ન હોવાથી ગુજરાતમાં જે રીતે દારૂનું દૂષણ વધ્યું તેના કારણે વધુ કડક જોગવાઇ સૂચવતા કાયદાની જરૂર હતી તેથી આ કાયદો લવાયો છે.

2

આ કાયદાનો વટહુકમ બહાર પડયા બાદ બે માસમાં નશો કરીને વાહનો ચલાવતાં થતા અકસ્માતના પ્રમાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે જ્યારે વિદેશી દારૂના 1769, હેરફેરના 498 કેસ દાખલ કરી 7.56 લાખથી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 17.22 કરોડની કિંમતના 699 વાહનો જપ્ત કરી 2257 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

3

પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાંગ તો ભગવાન શિવની પ્રસાદી છે અને ભાંગ વ્યસન નથી તેથી તેના પર પ્રતિબંધ મૂકવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ભાંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકાયો તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં જાડેજાએ આ સ્પષ્ટતા કરી હતી.

4

જાડેજાએ ઉમેર્યું કે, ભાંગને નશાની કક્ષામાં મૂકી શકાય નહીં. અમે હિન્દુ સંસ્કૃતિમાં માનનારા છીએ તેથી નશાબંધીના કાયદા હેઠળ ભાંગને આવરી લેવાની કોઈ જરૂર નથી. વિધેયકને રજૂ કરતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, નશાના કારણે થતી સામાજિક બદી અને નુકસાનને હવે ચલાવી લેવામાં આવશે નહીં.

5

આ ઉપરાંત દારૂ પીનારાને હવે 3 વર્ષ સુધીની સજા થઇ શકે છે અને તેમાં કોઇને બક્ષવામાં નહીં આવે તેવી ચેતવણી ગૃહ અને નશાબંધી વિભાગના રાજયકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી હતી. જો કે ભાંગ પીનારા સામે કોઈ કાર્યવાહી નહીં થાય કે ભાંગ પીવા પર કોઈ પ્રતિબંધ નથી મૂકાયો.

6

ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો ચૂસ્ત અમલ થાય તે માટે નશાબંધીના કાયદાને વધુ કડક બનાવતું સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું હતું. આ કાયદામાં દારૂ વેચનારા, રાખનારા કે હેરફેર કરનારાને 10 વર્ષ સુધીની સજા તેમજ પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

  • હોમ
  • ગાંધીનગર
  • દારૂ પીશો તો 3 વર્ષની કેદ પણ ભાંગ પીશો તો ચાલશે, ભાંગને નશો નહીં ગણવા સરકારે શું આપ્યું કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.