ઉપલેટાઃ 126 વર્ષના માજીએ કર્યુ વોટિંગ, દેશ-દુનિયાના છે સૌથી વયોવૃદ્ધ મતદાતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2017 11:51 AM (IST)

1
. 4 પેઢી જોઈ ચૂકેલા અજીમાએ ક્યારેય દવાખાનું જોયું નથી.
2
અજીમાને જ્યારે મતદાન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મતદાન તો કરવું જ પડે ને? સવા સદી જેટલું આયુ વિતાવી ચૂક્યા હોવા છતાં તેઓ આજે ઘરકામ પણ કરે છે.
3
અજીબેનના ચૂંટણી કાર્ડમાં 1-1-2007ના રોજ તેમની ઉંમર 116 વર્ષ દર્શાવવામાં આવી છે. આ રીતે હાલમાં તેમની ઉંમર 126 વર્ષ છે.
4
ઉપલેટાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ આજે થઈ રહ્યું છે. જેમાં રાજકોટના ઉપલેટામાં રહેતા 126 વર્ષના માજી અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાએ પણ વોટિંગ કર્યું હતું. અજીબેન હાલ દેશ અને દુનિયાની સૌથી વયોવૃધ્ધ મતદાર છે.