✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૂનાગઢ: બહેનના લગ્નમાં હાજરી આપવાં મિત્રો સાથે જતાં 4 યુવકના કમકમાટીભર્યા મોત, જુઓ આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2019 11:47 AM (IST)
1

2

આ અકસ્માતમાં ભોગ બનાર 4માંથી બે યુવાનો માંગરોળના શક્તિનગરમાં રહેતા રબારી પરિવારના હતા. જ્યારે બે યુવાનો લુહાર પરિવારના હતા. આ અકસ્માતમાં ભોગ બનનાર એક યુવાનની બહેનના આજે લગ્ન છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. લગ્નના દિવસે જ ભાઈના મોતથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઈ છે.

3

બીજી તરફ એક સાથે ચાર યુવકોના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે ઉપર આવી આગળની કાર્યવાહી હાથધરી હતી.

4

અકસ્માત થતાં જ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં બેઠેલા ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો દોડી આવ્યા હતાં અને યુવકોના મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતાં. આ સાથે કારને પણ બસ સ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી.

5

જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. કારે પલટી ખાઈને ગામમાં આવેલા બસ સ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી.

6

જૂનાગઢના માંગરોળ પાસે એક કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો જેમાં 4 યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતાં કાર પલટી મારી ગઈ હતી અને કાર સીધી રોડ પાસેના બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી.

  • હોમ
  • ગુજરાત
  • જૂનાગઢ: બહેનના લગ્નમાં હાજરી આપવાં મિત્રો સાથે જતાં 4 યુવકના કમકમાટીભર્યા મોત, જુઓ આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.