હાર્દિક પટેલ પછી હવે રેશમા પટેલ પણ લડશે લોકસભાની ચૂંટણી, જાણો કઈ બેઠક પરથી ઝંપલાવશે ?
અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. આ સાથે રેશમા પટેલે સ્પષ્ટતા કરી છે કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહી લડે પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્મા પટેલે હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે. રેશ્મા પટેલે જે રીતે ભાજપ સામે બંડ પોકાર્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો, પરંતુ સમય જતા ભાજપમાં રેશ્મા પટેલને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા હતા જેના કારણે રેશમા પટેલ અવારનવાર બીજેપી સામે બાયો ચઢાવી હતી.
રેશમા પટેલ સૌરાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. રેશમા પટેલનું વતન જૂનાગઢનું ઝાંઝરડા ગામ છે. જેના કારણે તેઓ જૂનાગઢ સીટ પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેણે અહીંથી મતદાન કર્યું હતું. બે દિવસમાં રેશમા પટેલ આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -