અંકલેશ્વરઃ ઉદ્યોગપતિ-પુત્રને લૂંટારૂએ બેભાન કર્યા પણ પત્નીને ના કરી અને પછી.........
જો કે શીતલને પતિ સાથે સતત ઝગડા થયા કરતા હતા. આ કારણે પતિને બતાવી દેવા માટે તેણે પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ પણ આપ્યો હતો. યોજના પ્રમાણે પ્રેમી લિંગપ્પા પોતાના સાગરિતો સાથે લૂંટ કરવા આવી પહોંચ્યો હતો.
અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિના પરિવારજનોને બેભાન કરી રૂપિયા સાડા ત્રણ કરોડની ચકચારી લૂંટના બનાવમાં ઉદ્યોગપતિ મનસુખ રાદડીયાની પત્ની જ સૂત્રધાર નિકળી છે. રાદડિયાની પત્નિ શીતલે તેના પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
શીતલને પતિ સાથે અણબનાવ હતો તેથી પોતાના જ બંગલામાં ભાડે રહેતા હોટલ મેનેજર 'લિંગપ્પા શીના શેટ્ટી તરફ આકર્ષાઈ હતી. લિંગપ્પા સાથે શીતલને પ્રેમ થઇ ગયો હતો અને બંને વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા. મનસુખ રાદડિયાની ગેરહાજરીમાં બંને રંગરેલિયાં મનાવતાં હતાં.
પોલીસે સીસીટીવી તપાસતાં શીતલ લૂંટારૂઓ પૈકી એકની સાથે શંકાસ્પદ હરકતો કરતી દેખાઈ હતી. તેના કારણે પોલીસને શંકા ગઈ અને તેણે શીતલની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. શીતલે લિગપ્પા સાથેના પોતાના સંબંધો અને લૂંટના કાવતરાની કબૂલાત કરતાં આ કેસ ઉકેલાઈ ગયો.
મનસુખ રાદડીયાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, લૂંટારૂઓએ રાદડિયા તથા તેમનાં પત્નિને જ બેભાન કર્યાં હતાં જ્યારે શીતલને ક્લોરોફોર્મ સૂંઘાડ્યું જ નહોતું.
શીતલે તેને બધી માહિતી આપી હતી તેથી તે સરળતાથી ઘરમાં ઘૂસી ગયો હતો. એ પછી તેણે મનસુખ રાદડીયા, તેનાં પત્ની શીતલ અને પુત્ર નીલને લમણે હથિયાર મૂકી તેમનાં મોંઢા અને હાથ પગ બાંધી દીધાં હતાં. પછી કલોરોફોર્મ સૂંઘાડી ઘરમાં મુકેલા રોકડા સાડા ત્રણ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી ગાડીમાં નાસી છૂટયા હતા.