જિલ્લા પંચાયત ચૂંટણી ટાણે જ બનાસકાંઠા ભાજપમાં ભંગાણ, ભાજપનો કયો મોટો નેતા કોંગ્રેસમાં જોડાયો, જાણો વિગત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાં બનાસકાંઠા જિલ્લા ભાજપમાં સ્થાનિક જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ મોટું ભંગાણ સર્જાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજીબાજુ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણને કોંગ્રેસ આજે હોદ્દા પરથી દૂર કર્યા હતા અને તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવીને નિમણૂંક કરી હતી. ટિકિટ ફાળવણીમાં કથિત ગેરરીતિના પ્રકરણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઝાકીર ચૌહાણને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતાં.
વિધાનસભા ચૂંટણીમાં ગામડાઓમાં પછડાટ ખાદા બાદ હેવ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની શાખ દાવ પર લાગી છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ ભાજપ માટે મોટા ઝટકાસમાન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે અને તેથી જ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બનાસકાંઠા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું હતું. પ્રદેશ મોવડીમંડળના નેતાઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ પડેલા આડલા મોટા ગાબડાથી દોડતા થઈ ગયા હતાં.
પરંતુ હવે તેઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીને માત્ર અઠવાડિયું બાકી છે તે પહેલાં અચાનક જ તેમના સેંકડો સમર્થકો અને ચુસ્ત ટેકેદારો સાથે આજે વિધિવત્ રીતે ફરી પાછા પોતાના જૂના પક્ષ એવા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં.
બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભંગાણને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતાં.
બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભંગાણને લઈ ભાજપની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કારણ કે 21મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહત્વની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલાં જ ભાજપને મોટો ઝટકો વાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -