પ્રમુખ સ્વામી મહારાજનાં નાનાં બહેનની તબિયત લથડી, વોટ્સએપ પર મહંત સ્વામીના નામે ફરતા થયા કેવા મેસેજ? જાણો
બીજીબાજુ વોટ્સઅપ પર ગંગાબાની નાદુરસ્તીના હોવાના મેસેજ ફરતા થયા છે. બીએપીએસના વડા મહંત સ્વામીએ બાપાના આર્શીવાદ છે, અમારી પ્રાર્થના છે અને બાપા તેડવા આવશે.' એમ જણાવ્યું હોવાના મેસેજ ફરતા થયા છે. સત્સંગીઓ દ્વારા બોચાસણ મંદિરમાં તેમની તબિયતની પૂછપરછ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ઘણા સમયથી તેમણે અનાજ લેવાનું બંધ કર્યુ હતું અને માત્ર પ્રવાહી સ્વરૂપે ખોરાક અપાતો હતો પણ ત્રણ દિવસથી તેમણે પ્રવાહી સ્વરૂપે અપાતો ખોરાક લેવાનું ટાળ્યું હતું. જો કે હાલ પાણી સહિત પ્રવાહી અપાઇ રહ્યું છે. તેમને મળવા આવતાં લોકોને ગંગાબાની જય સ્વામિનારાયણ'નો જવાબ બેવાર હાથ ઉંચો કરીને આપે છે.
ગંગાબાની તબિયત બગડતાં છેલ્લા ત્રણ દિવસથી તેમણે પ્રવાહી સ્વરૂપે અપાતો ખોરાક પણ લેવાનું બંધ કર્યુ હતુ઼. પરિવારજનોના જણાવ્યાં પ્રમાણે 95 વર્ષની ઉંમર હોવાના કારણે અશક્તિ વર્તાઇ રહી છે, તેવું ડોક્ટરો કહે છે. હાલ ઘરે તબીબી સેવાનું ઉપલબ્ધ કરાવીને સારવાર ચાલી રહી છે.
પ્રમુખ સ્વામી મહારાજનાં બહેન ગંગાબહેન ઝવેરભાઈ પટેલની ઉંમર 95 વર્ષ છે. તેઓ આણંદમાં તેમનાં દીકરી રસિકાબહેન ભગુભાઈ પટેલના ઘરે રહે છે. ચાણસદનાં ગંગાબાનાં લગ્ન ભાયલીમાં થયાં હતાં. ગંગાબાની તબિયત કથળતાં સત્સંગીઓએ વોટ્સઅપ પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાના મેસેજ ફરતા કર્યા છે.
આણંદ: સ્વ. પ્રમુખ સ્વામી મહારાજનાં નાના બહેન ગંગાબાની તબિયત છેલ્લા ત્રણ દિવસથી લથડતાં હરિભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે, આજે પરિવારજનોએ ગંગાબાની તબિયત સુધરી રહી હોવાની માહિતી આપી છે. આણંદમાં તેમની પુત્રીના ઘરે હાલ પરિવારજનો ખડેપગે ગંગાબાની સેવાચાકરી કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -