મહેસાણામાં આખલો છ માળના ફ્લેટના ધાબા પર ચડી ગયો, જાણો કઈ રીતે ઉતારવો પડ્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 May 2017 11:56 AM (IST)
1
પાલિકાના દબાણ વિભાગના વિનોદ ડોડિયા અને ફાયર અધિકારીએ પણ અનેક પ્રયાસો કર્યા હતા છતાં આખલો નીચે ઉતરી રહ્યો નહોતો. બાદમાં બે રબારીઓએ શિંગડા ફરતે દોરડુ બાંધી તે આખલાને નીચે ઉતાર્યો હતો.
2
મહેસાણાઃ મહેસાણાના વિસનગરમાં ઉત્તરગુજરાત વિજ કંપનીની ઓફિસની સામે આવેલા છ માળના શુભમ ફ્લેટના ધાબા પર આખલો ચઢી જતાં કુતુહલ સર્જાયું હતું. આખલો શુભમ ફ્લેટના 64 પગથિયા ચઢીને ધાબા પર ચઢી ગયો હતો. બાદમાં લોકોએ આખલાને ચઢાવવા માટે ખાવાનું પણ આપ્યું હતું છતાં આખલો નીચે ઉતરી રહ્યો નહોતો.