જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ કેસ મામલે CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં પીડિત યુવતીનું સેક્શન 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે. આ અંગે સુરત પોલીસે કરેલી અરજી ચીફ કોર્ટે મંજૂરી કરી છે. હવે પીડિતાનું કોર્ટમાં બંધ બારણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીઆરપીસી 160 મુજબના સમન્સમાં આરોપી જયંતી ભાનુશાળી સરથાણા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે હાજર રહ્યો નહોતો. સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાં બાદ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. ભાજપના નેતાને બચાવવા ભાજપ સરકાર દ્વારા ઉપરથી દબાણ કરાતું હોવાની અટકળો વચ્ચે ભુજની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર સંપુર્ણ રીતે તટસ્થતાથી તપાસ કરશે. જ્યારે કોઈપણ પીડિતાએ કોઈપણ અરજી કરી છે ત્યારે તેને ન્યાય મળે તે માટે સરકારે હંમેશા યોગ્ય પગલાં લીધા છે. કાયદો સો ટકા કાયદાનું જ કામ કરશે. જે પ્રોસેસ થઈ રહી છે તેમાં સરકાર તટસ્થતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે.
ભુજ: જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ મામલે રોજ નવો ફણગો ફૂટે છે ત્યાર જયંતી ભાનુશાળીને સુરત ક્રાઈમે બે વખત સમન્સ પાઠવ્યું છે. પહેલાના સમન્સમાં હાજર ન રહેતા વધુ એક સમન્સ જ્યંતી ભાનુશાળીના ઘરે જઈને પોલીસે પાઠવ્યું હતું. જોકે જયંતિ ભાનુશાળી હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયો નથી. ઉલ્લેખનિય છે કે એડમિશનના બહાને જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ ગુજાર્યાની પીડિતાની ફરિયાદ બાદ પોલીસે જયંતી ભાનુશાળીને સમન્સ પાઠવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -